ETV Bharat / snippets

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવને લઈને બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકને આમંત્રણ

author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 24, 2024, 9:42 AM IST

બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકને આમંત્રણ
બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકને આમંત્રણ (Etv Bharat Guajrat)

ખેડા: સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થસ્થાન વડતાલધામના 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. જે નિમિત્તે આગામી 7 થી 15 નવેમ્બર દરમ્યાન દ્વિશતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. વડતાલના વર્તમાન ગાદીપતિ આચાર્ય આચાર્ય રાકેશપ્રસાદજી સહિત સંતો વિદેશમાં વસતા સંપ્રદાયના અનુયાયીઓને રૂબરૂ આમંત્રણ પાઠવી રહ્યા છે. મુખ્ય કોઠારી ડો.સંત સ્વામી, ચેરમેન દેવ સ્વામી, માધવપ્રિય સ્વામી, નિત્યસ્વરૂપ સ્વામી વગેરે સંતો અમેરિકા,લંડન જેવા વિદેશોમાં વસતા સંપ્રદાયના અનુયાયીઓને રૂબરૂ આમંત્રણ પાઠવી રહ્યા છે. ડો.સંત સ્વામી અને માધવપ્રિય સ્વામી છારોડી એ બ્રિટનના પ્રથમ હિન્દુ વડાપ્રધાન ઋષિ સુનકને શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં લાભ લેવા માટે આમંત્રણ આપ્યુ હતુ. ઋષિ સુનકે આમંત્રણ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.