કોંગ્રેસે આરોપી મનસુખ સાગઠીયાનો નાર્કો ટેસ્ટની માંગ સાથે પોલીસ કમિશનરને આવેદન આપ્યું - ajkot Game Zone Fire Accident

By ETV Bharat Gujarati Team

Published : Jul 4, 2024, 3:58 PM IST

thumbnail
કોંગ્રેસે પોલીસ કમિશનરને આવેદન આપ્યું (Etv Bharat Gujarat)

રાજકોટ: રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડ બાદ તપાસ ચાલી રહી છે, જેમાં મહાનગરપાલિકાના તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠીયા સામે અપ્રમાણસરની મિલકત મામલે નોંધાયા છે. તેની ઓફિસમાંથી રૂપિયા 18 કરોડથી વધુની મતા મળી આવે હતી અને જ્યારે તેના વિરુદ્ધ ગુનો નોંધાયો હતો, ત્યારે તેની પાસેથી 10 કરોડથી વધુની મતા હોવાની ફરિયાદ નોંધ થઈ હતી. આજે કોંગ્રેસ દ્વારા આરોપી મનસુખ સાગઠીયાનો નાર્કો ટેસ્ટની માંગ સાથે પોલીસ કમિશનરને આવેદન માટે ગયા હતા. પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા દ્વારા કોંગ્રેસના આગેવાનો તો યોગ્ય પ્રત્યુતરના આપવામાં આવ્યો સાથે સાથે પત્રકારોને પણ પોલીસ કમિશનર કચેરીમાં આવવા માટે પ્રતિબંધ મૂક્યો હતો. જેથી પત્રકારો પણ નારાજ થયા હતા. કોંગ્રેસ દ્વારા એવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે, આ પોલીસ કમિશનર નહીં પરંતુ ભાજપના કોઈ આગેવાન હોય તે રીતના હાલ કામગીરી કરી રહ્યા છે. તો આ મનસુખ સાગઠીયાના ગોડફાધર કોણ છે તેની પણ કોંગ્રેસ માંગ કરી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.