ETV Bharat / state

આવતી કાલે મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ સરસ્વતી નદી ખાતે બની રહેલ રિવરફ્રન્ટની મુલાકાતે - riverfront built at Saraswati river

author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 29, 2024, 7:40 PM IST

પાટણના સિદ્ધપુર ખાતે રિવરફ્રન્ટ બનવાની કામગીરી હાથ ધરાઈ છે. ત્યારે આવતી કાલે મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ પાટણની મુવાકાત લેવા જઈ રહ્યા છે. તેઓ સરસ્વતી નદી ખાતે બની રહેલ રિવરફ્રન્ટનું નિરીક્ષણ કરશે., Chief Minister Bhupendra Patel will visit the riverfront

પાટણના સિદ્ધપુર ખાતે રિવરફ્રન્ટ બનવાની કામગીરી હાથ ધરાઈ
પાટણના સિદ્ધપુર ખાતે રિવરફ્રન્ટ બનવાની કામગીરી હાથ ધરાઈ (Etv Bharat Gujarat)

પાટણ: સરસ્વતી નદીમાં બારેમાસ પાણી રહે તે માટે પાટણની સરસ્વતી નદી ખાતે રિવરફ્રન્ટની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત આવતી કાલે મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ પાટણ અને સિદ્ધપુરની મુલાકાતે આવશે. સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા રૂ. 20 કરોડના ખર્ચે પુન:જીવિત કરવાની કામગીરી શરુ કરાઈ છે. ત્યારે આજ રોજ પાટણ જિલ્લા પોલીસ અને વહીવટી તંત્ર સિધ્ધપુર રિવરફ્રન્ટ ખાતે પહોચ્યા હતા. તેમજ આવતી કાલે મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ સરસ્વતી નદી ખાતે બની રહેલ રિવરફ્રન્ટનું નિરીક્ષણ કરશે.

ઉપરાંત, પાટણ ખાતે વીએચપી દ્વારા રાજમાતા નાયકા દેવી ગૌરવ દિન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તે હાજરી આપશે. આ સમારોહ યુનિ કનવેન્શન હોલ ખાતે યોજાશે. નદીમાં બારે માસ પાણી ભર્યું રહે તે હેતુથી રીવરફ્રન્ટનું કામ થઈ રહ્યું છે. સરસ્વતી નદી સૂકી ભટ રહેવાથી સિદ્ધપુર ખાતે માતૃતર્પણ માટે આવતા લોકોમાં નીરાશા જોવા મળતી હતી. મહત્વનું છે કે સિદ્ધપુર માતૃગયા તીર્થ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે અને અહીંયા માતૃશ્રદ્ધા માટે વર્ષે લાખો લોકો આવતા હોય છે. સરસ્વતી નદીમાં બારેમાસ પાણી ભર્યું રહેવાથી માતૃશ્રદ્ધા માટે આવતા લોકોને તો લાભ મળશે. પરંતુ સાથે સાથે નજીકના ગામડાઓ ના લાખો ખેડૂતો ને આનો લાભ મળશે. કારણ કે નદીમાં પાણી ભર્યું રહેવાથી નજીકના ખેતરોમાં જળ તડ ઊંચા આવશે.

  1. કોણ બનશે... ગુજરાત ભાજપના "કેપ્ટન", પૂર્ણેશ મોદીનું નામ રેસમાં સૌથી આગળ - executive meeting of the state BJP
  2. અમદવાદમાં પ્લેક્સપોઈન્ડિયા 2024નું આયોજન, ટોચના ઉદ્યોગ સાહસિકોએ લીધો ભાગ - Plexpoindia 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.