ETV Bharat / state

જુનાગઢમાં ખરાબ રસ્તાને કારણે લોકોએ કર્યો ચક્કાજામ, અધિકારીઓએ સ્થળ પર આવીને આપી ખાતરી - Women protest in Junagadh

author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 30, 2024, 6:29 PM IST

જુનાગઢમાં સ્થાનિક રહીશો દ્વારા આજે તેમના વિસ્તરના ખરાબ માર્ગોને લઈ મહિલાઓ સાથે ચક્કાજામ કર્યો હતો. આ પ્રદર્શન 2 કલાક સુધી ચાલ્યું હતું. છેવટે મનપાના અધિકારીઓ સ્થળ પર હાજર થવાની ફરજ પડી હતી. Women protest in Junagadh

જુનાગઢમાં ખરાબ રસ્તાને કારણે લોકોએ કર્યો ચક્કાજામ
જુનાગઢમાં ખરાબ રસ્તાને કારણે લોકોએ કર્યો ચક્કાજામ (Etv Bharat Gujarat)

જુનાગઢમાં ખરાબ રસ્તાને કારણે લોકોએ કર્યો ચક્કાજામ (ETV Bharat Gujarat)

જુનાગઢ: જિલ્લાના મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર પાંચ અને છ ના સ્થાનિક રહીશો દ્વારા આજે તેમના વિસ્તારમાં માર્ગોની ખરાબ હાલતને લઈને મહિલાઓ સાથે ચક્કાજામ કર્યો હતો. બે કલાક સુધી ચાલેલા આ વિરોધ પ્રદર્શનમાં જુનાગઢ પોલીસ અને મનપાના અધિકારીઓએ સ્થળ પર હાજર થવાની ફરજ પડી હતી. મનપાના ઇજનેર અલ્પેશ ચાવડાએ સમગ્ર મામલામાં સ્થાનિકો સાથે રહીને તેમનું કામ તાકીદે શરૂ થશે તેવી હૈયા ધારણા આપતા મામલો હાલ પૂરતો ઉકેલાયો હતો.

મનપાના અધિકારીઓ સ્થળ પર હાજર થવાની ફરજ પ
મનપાના અધિકારીઓ સ્થળ પર હાજર થવાની ફરજ પ (ETV Bharat Gujarat)

જુનાગઢના રહીશોનો આક્રોશ માર્ગ પર: જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર 5 અને 6 ના રહીશો તેમના વિસ્તારમાં માર્ગોની ખરાબ હાલતને લઈને આજે જાહેર માર્ગ પર ચકકાજામ કરવા ઊતરી પડ્યા હતા. મોટી સંખ્યામાં મહિલાઓએ જાહેર માર્ગ પર વાહનોને રોકીને તેમના વિસ્તારના ખખડધજ બનેલા માર્ગોનું નવીનીકરણ થાય તેવી માંગ કરી હતી. બે કલાક સુધી ચાલેલા આ ચક્કાજામ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી અને પોલીસની ટીમોને સ્થળ પર હાજર થવાની ફરજ પડી હતી. ત્યારબાદ મનપાના ઇજનેર અલ્પેશ ચાવડાએ વિસ્તારના ખરાબ માર્ગોની જાત મુલાકાત કરીને જે માર્ગો પર આજના સમયે કામ થઈ શકે છે તેવી પરિસ્થિતિમાં કામ શરૂ કરવાની હૈયા ધારણા આપતા મામલો હાલ પૂરતો ઉકેલાઈ ગયો હોય તેવું જોવા મળી રહ્યું છે. પરંતુ કામ શરૂ નહીં થાય તો ફરી એક વખત આ જ વિસ્તારમાં મહિલાઓ રોડ પર ઉતરી ઉઠશે તેવી શક્યતાને નકારી શકાતી નથી.

મહિલાઓનો વિરોધ પ્રદર્શન
મહિલાઓનો વિરોધ પ્રદર્શન (ETV Bharat Gujarat)
ખરાબ રસ્તાઓને લઈ લોકોને મુશ્કેલી
ખરાબ રસ્તાઓને લઈ લોકોને મુશ્કેલી (ETV Bharat Gujarat)

ભૂગર્ભ ગટર અને પાણીની લાઈનનું કામ ચાલુ: જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ભૂગર્ભ ગટર, પાણીની પાઇપ લાઇન અને રાંધણગેસની લાઈન નાંખવાનું કામ ચાલી રહ્યું છે જેને કારણે જુનાગઢ શહેરના મોટાભાગના માર્ગો ખોદેલા જોવા મળી રહ્યા છે. ત્યારે ચોમાસું આવી જતા હવે ખોદેલા માર્ગો પર કાદવ કિચડનું સામ્રાજ્ય જોવા મળે છે. જેને કારણે આ વિસ્તારમાં રહેતા લોકોને ભારે મુશ્કેલીમાંથી પસાર થવું પડી છે. પાછલા ઘણા સમયથી આ વિસ્તારના લોકો માર્ગોના સમારકામને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજૂઆતો કરતા હતા પરંતુ કોઈ નિરાકરણ નહીં આવતા અંતે તેઓ જાહેર માર્ગ પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરવાનું શરૂ કર્યું. આ ઘટના બનતા જ મનપાના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા પરંતુ આ વિસ્તારના એક પણ કોર્પોરેટર કે જે ભાજપમાંથી ચૂંટાયેલા છે તેઓએ આવવાનું ટાળ્યું હતું. જેને કારણે પણ વિરોધ કરી રહેલા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

  1. અમદાવાદના ગોતા-સાયન્સ સિટીમાં 6 ઇંચ વરસાદ, 5 અંડર બ્રિજ બંધ - rain in ahmedabad
  2. સુરત જળબંબાકાર: પહેલા વરસાદમાં જ મનપાની પ્રીમોન્સુનની કામગીરી ધોવાઈ - Heavy rain in surat

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.