ETV Bharat / state

ભાવનગર શહેરમાં જાહેરમાં કચરો નાંખનારને દંડતી E રીક્ષા જ બની ભંગાર, આઉટ સોર્સીગથી શરુ કરાશે- જાણો વિગતવાર - Bhavnagar News

author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 11, 2024, 8:15 PM IST

ભાવનગર શહેરમાં 13 વોર્ડમાં જાહેરમાં કચરો નાંખનારને દંડનાત્મક કાર્યવાહી કરતી E રીક્ષાને ભંગાર થવાનો દંડ મળ્યો છે. મહા નગર પાલિકાની E રીક્ષાઓ ગેરેજમાં ભંગાર હાલતમાં પડી છે. જાહેરમાં કચરાના ઢગ વચ્ચે E રીક્ષાની કાર્યવાહી બંધ રહેવાથી શહેરમાં જાહેરમાં કચરો નાખનારાઓ બેફામ બન્યા છે. ETV BHARATએ કરેલા સવાલ બાદ અધિકારી હવે આઉટ સોર્સીગથી શરૂ કરવા કવાયત હાથ ધરાઈ હોવાનું જણાવે છે. વાંચો સમગ્ર સમચાાર વિગતવાર.

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

ભાવનગર: શહેરમાં મહા નગર પાલિકાના 13 વોર્ડમાં જાહેરમાં કચરો નાખે તેની સામે કાર્યવાહી કરવા માટે E રીક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. E રીક્ષાની હાલત અત્યારે ભંગાર જેવી બની ગઈ છે. મહા નગર પાલિકાના ગેરેજ વિભાગમાં ભંગાર સ્વરૂપે પડેલી E રીક્ષા વોર્ડમાં ફરતી હતી અને જાહેરમાં કચરો નાંખનારને દંડતી હતી. ફરી E રીક્ષા શરૂ કરવા કવાયત હાથ ધરાઈ છે.

કેમ E રીક્ષા ભંગાર બની?: ભાવનગર મનપાની E રીક્ષા છેલ્લા દોઢ બે વર્ષથી નિલમબાગ ખાતે આવેલા ગેરેજ વિભાગમાં ભંગાર બનીને બંધ હાલતમાં પડી છે. E રીક્ષા મુદ્દે ભાવનગર મહા નગર પાલિકાના સોલિડ વેસ્ટ વિભાગના અધિકારી ફાલ્ગુન શાહે જણાવ્યું હતું કે, મહા નગર પાલિકાના સોલિડ વેસ્ટ વિભાગ અને શહેરની અન્ય સંસ્થાઓના સહયોગથી 2019માં E રીક્ષાનો પ્રારંભ 13 વૉર્ડમાં કરવામાં આવ્યો હતો. જેમાં જાહેરમાં કચરો નાખવો બાબતે કાર્યવાહી કરવામાં આવતી હતી. જેમાં મહાનગરપાલિકાના એક કર્મચારી એક પોલીસ તંત્રના કર્મચારી, ડ્રાઈવર સાથે રહેતા હતા. 13 વોર્ડમાં ફરીને કામગીરી કરતી હતી. 2019માં E રીક્ષા મારફત 4.50 લાખ જેવી રકમ દંડની પ્રાપ્ત થઈ હતી પરંતુ ત્યારબાદ કોરોનાકાળના કારણે E રીક્ષા બંધ કરવામાં આવી અને હાલ તેને પુનઃ શરૂ કરવા માટે મરામત કરીને ફરી E રીક્ષા શરૂ કરવા કામગીરી હાથ ઉપર લેવામાં આવનાર છે. જેને આઉટસોર્સિંગથી કામગીરી સોંપીને કામગીરી કરાવવામાં આવશે, જેના માટે ટેન્ડરિંગ પ્રક્રિયા પણ થઈ ચૂકી છે.

E રીક્ષાની કામગીરીને પ્રબુદ્ધ નાગરીકે કેવી રીતે આંકી?: ગુજરાતમાં શિક્ષિત અને સમજુ લોકો છે, આમ છતાં પણ સ્વચ્છતાનો આગ્રહ રાખતા ગુજરાતીઓને જાગૃતિનો અભાવ પણ જોવા મળે છે. ત્યારે ભાવનગરના શ્રેષ્ઠ નાગરીક અને ફોટોગ્રાફર અમૂલ પરમારે જણાવ્યું હતું કે શહેરમાં જ્યાં ત્યાં આપણે કચરો ફેકીએ છીએ. બધા ભણેલા ગણેલા ગુજરાતના લોકો છે, આમ છતાં આપણે કચરો જાહેરમાં નાખીએ છીએ જે ના કરવું જોઈએ. ઘરમાં કચરો નીકળે એટલે બહેનો ઝબલામાં ભરીને રસ્તામાં ગમે ત્યાં ફેંકે છે એવું નો કરવું જોઈએ પ્લાસ્ટિકના કચરાથી પશુ પક્ષીઓ અને અને આપણને પણ નુકશાન થઇ રહ્યું છે. પહેલા E રીક્ષા શરૂ કરી હતી બરોબર છે તેમજ જાહેરમાં રસ્તામાં થુકીએ તો દંડ થાય છે પરંતુ તંત્ર શરૂ કર્યા પછી તેને લાંબો સમય ચલાવવામાં આવતી નથી. જે પ્રક્રિયા શરૂ થાય એને શરૂ રાખવી જોઈએ અને લોકોએ સ્વયંભૂ જાગૃત થવું પડશે.

આઉટ સોર્સથી ચાલશે E રીક્ષાઃ ભાવનગરના 13 વૉર્ડમાં ફરતી E રીક્ષા જાહેરમાં કચરો નાખનાર સામે દંડનાત્મક કાર્યવાહી કરતી હતી. જો કે આ રીક્ષા દાતા દ્વારા મળેલી હોય આમ છતાં પણ મહા નગર પાલિકાએ ભંગાર હાલતમાં મૂકી દેવા પાછળનું કારણ પણ સૂત્રમાંથી જાણવા મળ્યું છે. સોલિડ વેસ્ટ વિભાગના વર્તુળમાંથી જાણવા મળ્યું હતું કે E રીક્ષાનો કર્મચારીનો ખર્ચ આશરે 50 હજાર જેટલો એક વોર્ડનો એક E રીક્ષાનો થતો હતો. જે પરવડે તેમ ના હોવાને કારણે મહા નગર પાલિકાએ તેને મૂકી દીધી હતી. જો કે હવે આઉટસોર્સિંગથી E રીક્ષા પુનઃ શરૂ કરીને કામગીરી યથાવત રાખવા પ્રક્રિયા હાથ ઉપર લેવાય છે.

  1. "કમસે કમ કરેલા કામોનું તો વળતર આપો " : આંગણવાડી બહેનોની 100થી વધુ રજૂઆત છતાં સરકાર બની નિષ્ઠુર... - Anganwadi worker rally in Bhavnagar
  2. ભાવનગરમાં 3 દાયકામાં પતન પામેલી સિટી બસ સેવા કરાશે શરુ, સિટી બસ મુદ્દે શાસકો પર વિપક્ષનો પ્રહાર - PM E Bus Service in Bhavnagar

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.