- ICRISATના ઉપક્રમે પાંચ સંસ્થાઓએ કર્યું સંશોધન
- બાજરી,બાજરી, જવ, જુવાર, રાગીના ખોરાકમાં ઉપયોગ અંગે સંશોધન
- મેદસ્વિતા અને કાર્ડિયોવાસ્ક્યૂલર ડીસીઝના જોખમને ઘટાડતાં હોવાના તારણ મળ્યાં
આ સંશોધન પાંચ સંસ્થાઓ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું, જેમાં આંતરરાષ્ટ્રીય પાક અર્ધ-શુષ્ક ઉષ્ણકટિબંધીય સંશોધન સંસ્થા (ICRISAT) અગ્રણી છે.
સ્થૂળતાની સમસ્યા ઘટાડવા અસરકારક
ફ્રન્ટિયર્સ ઇન ન્યૂટ્રિશનમાં પ્રકાશિત થયેલા પરિણામો અનુસાર હવે વૈજ્ઞાનિક રીતે સાબિત થયું છે કે બાજરી આરોગ્ય માટે યોગ્ય વિકલ્પ છે અને આપણે તેને આપણા નિયમિત આહારમાં પણ સમાવી શકીએ છીએ. બાળકો, યુવાનો અને પુખ્ત વયના લોકોમાં સ્થૂળતાની સમસ્યા ઘટાડવા માટે બાજરી સહિતના આખા અનાજ અસરકારક સાબિત થયાં છે.
કોલેસ્ટ્રોલ લેવલમાં 8 ટકાનો ઘટાડો નોંધાયો
સંશોધન મુજબ દૈનિક આહારમાં બાજરીનો સમાવેશ કરીને, જે લોકોનું કોલેસ્ટ્રોલ લેવલ ઊંંચાથી સામાન્ય સ્તરે જોવા મળ્યું હતું તેમાં 8 ટકાનો ઘટાડો થયો છે. સમાન લિપોપ્રોટીન કોલેસ્ટરોલ, જેને ખરાબ ચરબી અથવા કોલેસ્ટ્રોલ કહેવામાં આવે છે,તેમાં લોહીમાં 10 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. આ ઉપરાંત જે લોકો બાજરી ખાતાં હતાં તેમને ડાયાસ્ટોલિક બ્લડ પ્રેશર (બ્લડ પ્રેશરમાં સૌથી ઓછી સંખ્યા) સાથે બ્લડ પ્રેશરમાં 5 ટકા ઘટાડો થયો હતો.
હૃદયરોગના જોખમી પરિબળો પર નોંધપાત્ર હકારાત્મક અસર
આંતરરાષ્ટ્રીય પાક અર્ધ-શુષ્ક ઉષ્ણકટિબંધીય સંશોધન સંસ્થા (ICRISAT) ના વરિષ્ઠ ન્યુટ્રિશનિસ્ટ અને મુખ્ય સંશોધક, એસ. અનિતા કહે છે, "અમે ખૂબ જ આશ્ચર્ય પામ્યાં હતાં કે હૃદયરોગને અસર કરતા પરિબળો પર બાજરીની અસર પર મનુષ્યો પર પહેલાંથી જ કેટલોક અભ્યાસ કરવામાં આવ્યો છે. આ પ્રથમ વખત કોઈએ આ તમામ અભ્યાસો એકત્રિત કર્યા છે અને મહત્વની ચકાસણી માટે અમારા ડેટાનું વિશ્લેષણ કર્યું છે. અમે મેટા-વિશ્લેષણનો ઉપયોગ કર્યો અને હૃદયરોગના જોખમી પરિબળો પર નોંધપાત્ર હકારાત્મક અસર દર્શાવવા માટે પરિણામો ખૂબ જ મજબૂત રીતે બહાર આવ્યાં છે."