ગુજરાત

gujarat

આજે આંતરરાષ્ટ્રીય નશા અને ગેરકાયદે હેરફેર વિરોધી દિવસઃ જાણો ચરસનો મોટો જથ્થો પકડાયો તે પશ્ચિમ કચ્છ પોલીસ શું કહે છે?

By

Published : Jun 26, 2020, 8:01 PM IST

કચ્છની દરિયાઈ ક્રિક અને કિનારાની આસપાસથી છેલ્લા એક મહિનામાં કરોડો રૂપિયાનું બિનવારસી ચરસ પકડાયું છે. 26મી જૂને આંતરરાષ્ટ્રીય માદક પદાર્થ અને ગેરકાયદેસર હેરાફેરી દિવસે આ મુદ્દે ઈટીવી ભારતે તપાસની સૌથી મહત્વપુર્ણ જવાબદારી નિભાવી રહેલી પશ્ચિમ કચ્છ પોલીસના SP સૌરભ તોલંબિયા સાથે ખાસવાત કરી હતી.

26મી જૂન આંતરરાષ્ટ્રીય નશા અને ગેરકાયદે હેરફેર વિરોધી દિવસઃ જાણો ચરસનો મોટો જથ્થો પકડાયો તે પશ્ચિમ કચ્છ પોલીસ શું કહે છે?
26મી જૂન આંતરરાષ્ટ્રીય નશા અને ગેરકાયદે હેરફેર વિરોધી દિવસઃ જાણો ચરસનો મોટો જથ્થો પકડાયો તે પશ્ચિમ કચ્છ પોલીસ શું કહે છે?

આંતરરાષ્ટ્રીય નશા અને ગેરકાયદે હેરફેર વિરોધી દિવસે કચ્છ પોલીસની યુવાનોને અપીલ

  • કચ્છ બંદરેથી ચરસનો મોટો જથ્થો ઝડપાયો
  • પકડાયેલા ચરસનો જથ્થો પાકિસ્તાનથી આવ્યો હોવાનું અનુમાન
  • ચરસનો 13 કરોડથી વધારે કિંમતનો હોવાનું સામે આવ્યું

કચ્છઃ ગુજરાત સરકારે પકડાયેલા ચરસના જથ્થા પાછળ પાકિસ્તાન કનેક્શન હોવાનું જાહેર કર્યા પછી કચ્છના દરિયાઈ માર્ગનો ઉપયોગ માદક પદાર્થોની હેરાફેરીમાં થતો હોવાનું મુદ્દો ફરી ઉભો થયો છે. ભૂજ એસપી સૌરભ તોલંબિયાએ ETV BHARAT સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે સરકાર અને પોલીસ બન્નેની પ્રાથમિકતા છે. તેથી કચ્છ સહિત ગુજરાતની દરિયાઈ સરહદ પર સતત કામગીરી થઈ રહી છે. આ જ સક્રિયતાથી 13 કરોડથી વધુનો ચરસનો જથ્થ પકડાયો છે. સાથે દરિયાઈ સુરક્ષા સાથે જોડાયેલી તમામ એજન્સીઓ સંકલન સાથે એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

જાણો ચરસનો મોટો જથ્થો પકડાયો તે પશ્ચિમ કચ્છ પોલીસ શું કહે છે?

કચ્છમાંથી પકડાયેલા તમામ જથ્થા વિશે હાલ 3 વિવિધ ગુના નોંધાયા છે. કેટલીય કડીઓ પોલીસને મળી છે. હાલ તપાસમાં વધુ વિગતો સ્પષ્ટ કરી શકાશે નહી પણ ચોકકસ પોલીસ આ દિશામાં જડમુળ સુધી જશે. કચ્છની દરિયાઈ સીમાનો ઉપયોગનો મુદ્દો સૌથી વધુ મોટો છે અને તેથી જ તમામ સુરક્ષા એજન્સીઓ સહકાર અને સંકલન સાથે કામગીરી કરી રહી છે. તમામ એજન્સીઓ આ ગેરકાયદેસર હેરફેરને ચોકકસથી અટકાવવા સક્રિયતાથી કામગીરી, પેટ્રોલિંગ અને સુરક્ષા કરવામાં આવી રહી છે. સાથે જ ભૂજ એસપીએ આંતરરાષ્ટ્રીય માદક પદાર્થ અને ગેરકાયદેસર હેરાફેરીના વિરોધી દિવસે ખાસ કરીને યુવાધનને નશાથી દુર રહેવાનો સંકલ્પ લેવાનો અનુરોધ સાથે આ દિશામાં તમામને સહકારની અપીલ કરી હતી.

નોંધનિય છે કે એક મહિના પહેલા કચ્છના જખૌ બંદર નજીક શેખરાનપીર વિસ્તારમાંથી પોલીસને 16 પેકેટ ચરસના મળી આવ્યા હતા. આ પછી બીએસએફ, નેવી, કોસ્ટગાર્ડ, સ્ટેટ આઈબી, સહિતની એજન્સીઓને વિવિધ સ્થળેથી એક હજારથી વધુ પેકેટ શોધી કાઢ્યા છે. જેની કિમત રૂ 13 કરોડ ઉપર થાય છે. આટલો મોટો જથ્થો કોઈએ દરિયામાં ફેંકી દીધો હોય તે શકય નથી. જે થેલામાં આ ચરસનું પેકિંગ કરવામાં આવ્યું છે તે પાકિસ્તાની બનાવટના હોવાનું સ્પષ્ટ થયું છે.

સુત્રો જણાવે છે કે થોડા સમય પહેલા એક બોટ દરિયામાં ડુબી હતી તેનો જથ્થો કચ્છના દરિયા કિનારે તણાઈ આવે છે. તો એવું પણ જાણવા મળે છે કે ભારતમાં દરિયાઈ માર્ગે પ્રવેશ થાય એટલે કચ્છનો અખાત પાર કરવો પડે છે. તેથી કચ્છના દરિયાઈ માર્ગનો ઉપયોગની શંકા વધુ પ્રબળ બની છે. તેથી જ તમામ સુરક્ષા એજન્સીઓ વધુ સક્રિય બની છે. ખાસ કરીને સ્થાનિક લેન્ડિંગ પોઈન્ટ પર નજર રાખવાનુ શરૂ કરી દેવામાં આવ્યુ છે.

ABOUT THE AUTHOR

...view details