ગુજરાત

gujarat

IPL 2020: KKRનો સ્ટાર બૉલર સુનીલ નરેન વિવાદમાં સપડાયો

By

Published : Oct 11, 2020, 1:23 PM IST

કોલકતા નાઈટસ રાઈડર્સના સ્ટાર સ્પિનર સુનીલ નરેનની મુશ્કેલીઓ ફરી એક વખત વધશે. કિંગ્સ ઇલેવન પંજાબ સામેની મેચમાં નરેનની શંકાસ્પદ બૉલિંગ એક્શન સામે ફરિયાદ નોંધાઈ છે.

IPL 2020
IPL 2020

દુબઈ: કોલકતા નાઈટ રાઈડર્સના સ્પિનર સુનીલ નરેનની એક્શન બૉલિંગને લઈ ફરિયાદ નોંધાઈ છે. આપને જણાવી દઈએ કે, આ ફરિયાદ ઈન્ડિયન પ્રીમિયર લીગના 24માં મૅચ દરમિયાન ફીલ્ડ એમ્પાયર ઉલ્હાસ ગંધે અને ક્રિસ ગૈફેન્સી દ્વારા કરવામાં આવી હતી. આ મૅચ કિંગ્સ ઈલેવન પંજાબ વિરુદ્ધ હતો. જેમાં સુનીલ નરેને અબુધાબીમાં અંતિમ ઓવરમાં તેમની ટીમને 2 રનથી જીત અપાવી હતી.

KKRનો સ્ટાર બોલર સુનીલ નરેન વિવાદમાં સપડાયો

કોલકતા નાઈટસ રાઈડર્સના સ્પિનર સુનીલ નરેનની બૉલિંગ એક્શનને લઈ ફરિયાદ નોંધાઈ છે. જે તેમની ટીમના કિંગ્સ ઈલેવન પંજાબ વિરુદ્ધ ઈન્ડિયન પ્રીમિયર લીગ મૅચ દરમિયાન થઈ હતી. જો નરેન વિરુદ્ધ વધુ એક ફરિયાદ આવશે તો તેના પર આ ટૂર્નામેન્ટમાં તેને બૉલિંગ કરવા પર પ્રતિબંધ લગાવાશે,

KKRનો સ્ટાર બોલર સુનીલ નરેન વિવાદમાં સપડાયો

ઈન્ડિયન પ્રીમિયર લીગના નિયમ અનુસાર કોલકતા નાઈટસ રાઈડર્સના ખેલાડી સુનીલ નારાયણને કિંગ્સ ઈલેવન પંજાબ વિરુદ્ધના મૅચ દરમિયાન શંકાસ્પદ બોલિંગ માટે રિપોર્ટ કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ મેદાનમાં રહેલા અમ્પાયર ઉલ્હાસ ગાંધી અને ક્રિસ ગાફાને બનાવ્યો છે.

આ પહેલા પણ નરેને સંદિગ્ધ બૉલિંગ એક્શનની બીજી ટૂર્નામેન્ટ દરમિયાન ફરિયાદ નોંધાઈ હતી. નરેને તેમની અંતિમ ઓવરને લઈ મૅચ બાદ કહ્યું કે, "જ્યારે અંતિમ બૉલ હવામાં ઉપર ગઈ તો મને લાગ્યું કે, હું બહાર બૉલિંગ કરવા જઈ રહ્યો છું. મે તે બૉલને વાઈડ કર્યો હતો, પરંતુ ફરી મને લાગ્યું કે, મેં ભુલ કરી છે".

ABOUT THE AUTHOR

...view details