ગુજરાત

gujarat

પીએમ મોદીના લેહ પ્રવાસથી ચીનને આવ્યો ગુસ્સો, કહ્યું- કોઈ પણ પક્ષે તણાવ વધારવો જોઇએ નહીં

By

Published : Jul 3, 2020, 5:14 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે અચાનક લેહ પહોંચ્યા અને ચીન અને ભારત વચ્ચે વધતા જતા સંઘર્ષની વચ્ચે વડાપ્રધાન મોદીની મુલાકાત પછી ચીનનો ગુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. આ દરમિયાન ચીનના વિદેશ મંત્રાલયનું નિવેદન પણ બહાર આવ્યું છે. વાંચો મોદીની મુલાકાત પર ચીને શું કહ્યું.

તીન
તીન

બિજીંગ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લેહ મુલાકાત પછી, ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને કહ્યું કે ભારત અને ચીન સરહદ પર તણાવ ઘટાડવા લશ્કરી અને રાજદ્વારી ચેનલો દ્વારા વાટાઘાટો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં કોઈ પણ પક્ષ (ભારત અથવા ચીન) એ આવું કોઈ કામ ન કરવું જોઈએ, જેનાથી બંને દેશો વચ્ચે તણાવ વધે.

શુક્રવારે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીન અને ભારત વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે અચાનક લેહની મુલાકાત લીધી હતી. આ સમય દરમિયાન સીડીએસ (ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ) જનરલ બિપિન રાવત પણ વડાપ્રધાન સાથે હાજર રહ્યા હતા. વડા પ્રધાન લેહમાં સૈનિકોને મળ્યા અને તેમને પ્રોત્સાહિત કર્યા.

વડાપ્રધાન મોદીની આ અચાનક મુલાકાત અંગે ચીનનો ગુસ્સો સ્પષ્ટ દેખાઇ રહ્યો હતો.મોદીની મુલાકાતના થોડા કલાકો બાદ ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ એક પ્રેસ બ્રીફિંગમાં આ નિવેદન આપ્યું હતું.

ગલવાન ખીણમાં ભારત અને ચીની સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ બંને દેશો વચ્ચેના સંબંધો બગડ્યા છે. બોર્ડર પર સતત તણાવ રહે છે. દરમિયાન ભારતે ચીનની 59 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે.

ABOUT THE AUTHOR

...view details