ગુજરાત

gujarat

Share Market India: સતત બીજી વખત ઉછાળા સાથે બંધ થયું શેરબજાર, સેન્સેક્સ નવી ઊંચાઈએ પહોંચ્યું

By

Published : Jul 7, 2022, 3:38 PM IST

સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેરબજાર (Share Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 427.49 પોઈન્ટ અને નિફ્ટી (Nifty) 143.10 પોઈન્ટના ઉછાળા સાથે બંધ થયો છે.

Share Market India: સતત બીજી વખત ઉછાળા સાથે બંધ થયું શેરબજાર, સેન્સેક્સ નવી ઊંચાઈએ પહોંચ્યું
Share Market India: સતત બીજી વખત ઉછાળા સાથે બંધ થયું શેરબજાર, સેન્સેક્સ નવી ઊંચાઈએ પહોંચ્યું

અમદાવાદઃ સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેરબજાર (Share Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 427.49 પોઈન્ટ (0.80 ટકા)ની મજબૂતી સાથે 54,178.46ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 143.10 પોઈન્ટ (0.89 ટકા)ના ઉછાળા સાથે 16,132.90ના સ્તર પર બંધ થયો છે. આ સાથે જ રોકાણકારોને ફરી એક વાર ફાયદો થયો છે. તો આ તરફ સેન્સેક્સે (Sensex) 54,000 અને નિફ્ટીએ 16,000ની સપાટીને પાર કરી છે.

આ પણ વાંચો-જાણો આરોગ્ય વીમાને પુનઃસ્થાપન અથવા રિફિલ કરાવું છે કેટલું જરુરી...

સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ -હિન્દલ્કો (Hidalco) 6.48 ટકા, ટાઈટન કંપની (Titan Company) 5.67 ટકા, તાતા સ્ટીલ (Tata Steel) 5.05 ટકા, જેએસડબ્લ્યૂ સ્ટીલ (JSW Steel) 3.79 ટકા, તાતા મોટર્સ (Tata Motors) 3.45 ટકા.

આ પણ વાંચો-બોન્ડ પર પૈસા લગાવતા પહેલા જાણો ખાસયિત, જાણો આ રીતે થશે રોકાણ

સૌથી વધુ ગગડેલા શેર્સ - ડો. રેડ્ડીઝ લેબ્સ (Dr. Reddys Labs) -1.23 ટકા, સિપ્લા (Cipla) -1.14 ટકા, એચયુએલ (HUL) -1.08 ટકા, રિલાયન્સ (Reliance) -1.04 ટકા, નેશલે (Nestle) -1.08 ટકા.

ABOUT THE AUTHOR

...view details