ગુજરાત

gujarat

Share Market Updates: અનેક એવી કંપનીઓના ત્રિમાસિક રિઝલ્ટ મળશે, વિદેશી ફંડ પર સૌની નજર

By

Published : Apr 30, 2023, 2:08 PM IST

ભારતીય શેર માર્કેટમાં જુદી જુદી કંપનીઓના ત્રિમાસિક પરિણામ જાહેર થવાના છે. જેને લઈને શેર માર્કેટમાં તેજીના એંધાણ દેખાઈ રહ્યા છે. જોકે, આ વખતે વિદેશી ફંડની પ્રવૃતિઓ તથા ગતિવિધિઓ પર સૌની નજર રહેલી છે. જ્યારે કોમોડિટીની વાત કરવામાં આવે તો કમોસમી વરસાદને કારણે અનેક કોમોડિટીને સીધી અસર થઈ શકે છે.

Share Market Updates: અનેક એવી કંપનીઓના ત્રિમાસિક રિઝલ્ટ મળશે, વિદેશી ફંડ પર સૌની નજર
Share Market Updates: અનેક એવી કંપનીઓના ત્રિમાસિક રિઝલ્ટ મળશે, વિદેશી ફંડ પર સૌની નજર

નવી દિલ્હી: યુએસ ફેડરલ રિઝર્વના વ્યાજ દર અંગેનો નિર્ણય, કંપનીઓના ત્રિમાસિક પરિણામો અને સ્થાનિક મોરચે મેક્રો ઇકોનોમિક ડેટા આ સપ્તાહે શેરબજારોની દિશા નક્કી કરશે. વિશ્લેષકોએ આ અભિપ્રાય વ્યક્ત કર્યો છે. આ સિવાય વિદેશી ભંડોળની ગતિવિધિઓ, વાહનોના વેચાણના માસિક આંકડા અને વૈશ્વિક વલણ પણ બજારનો ટ્રેન્ડ નક્કી કરશે. સોમવારે 'મહારાષ્ટ્ર દિવસ' નિમિત્તે શેરબજારમાં રજા રહેશે.

આ પણ વાંચોઃ Gold Silver Sensex News: ન્યૂયોર્કમાં સોનું આટલા ડૉલર થયુ મોંઘુ, જાણો સોના-ચાંદી માર્કેટનો મિજાજ

3 મેના રોજ FOMC પરિણામો જાહેર થયાઃસ્વસ્તિક ઇન્વેસ્ટમાર્ટના વરિષ્ઠ ટેકનિકલ વિશ્લેષક પ્રવેશ ગૌરે જણાવ્યું હતું કે, વૈશ્વિક અર્થતંત્ર હજુ પણ વ્યાજ દરોમાં વધારો અને મંદી વચ્ચે મૂંઝવણમાં છે. તમામની નજર ફેડરલ ઓપન માર્કેટ કમિટી (FOMC) મિટિંગના પરિણામ પર છે, જે તારીખ 3 મેના રોજ જાહેર થશે. યુરોપિયન સેન્ટ્રલ બેંક (ECB) 4 મેના રોજ વ્યાજ દર અંગેના નિર્ણયની જાહેરાત કરશે. નજીકના ભવિષ્યમાં મેક્રો ઇકોનોમિક ડેટાના કારણે બજારનું વલણ નબળું રહી શકે છે.

શેરબજારમાં વિશ્વાસ વધ્યોઃભારતીય શેરબજારમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) તરફથી સતત રોકાણ આવી રહ્યું છે. શુક્રવારે તેણે 3,304 કરોડ રૂપિયાની વિક્રમી ખરીદી કરી હતી, જે ભારતીય બજારમાં તેમનો વિશ્વાસ દર્શાવે છે. તેમણે કહ્યું કે આ સપ્તાહે કંપનીઓના ચોથા ક્વાર્ટરના પરિણામો, વાહનોના વેચાણના આંકડા સ્થાનિક બજાર માટે મહત્વપૂર્ણ રહેશે. સપ્તાહ દરમિયાન, નિફ્ટીની 50 કંપનીઓ જેવી કે ટાટા સ્ટીલ, ટાઇટન, હીરો મોટોકોર્પ અને HDFC લિમિટેડના સહિતના ત્રિમાસિક પરિણામો આવશે.

ત્રિમાસિક પરિણામો જાહેર થશે: આ ઉપરાંત અદાણી ગ્રીન એનર્જી, અંબુજા સિમેન્ટ્સ, ટાટા સ્ટીલ, યુકો બેંક, અદાણી એન્ટરપ્રાઇઝ, ભારત ફોર્જ અને ફેડરલ બેંકના નાણાકીય પરિણામો પણ સપ્તાહ દરમિયાન આવશે. જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે, “સ્થાનિક બજારમાં પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ (PMI) ડેટા અને કંપનીઓના ત્રિમાસિક પરિણામો રોકાણકારોના સેન્ટિમેન્ટને પ્રભાવિત કરશે.” મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરનો PMI ડેટા નિર્ધારિત કરશે બજાર

આ પણ વાંચોઃ Sensex News : સ્થાનિક શેરબજારમાં ચાર દિવસથી ચાલી રહેલી તેજી, આ કારણે શરૂઆતના કારોબારમાં સમાપ્ત થઈ ગઈ

બજારમાં તેજી હતી:કોટક સિક્યોરિટીઝ લિ. અમોલ આઠવલે, ટેકનિકલ એનાલિસ્ટ (DVP) એ જણાવ્યું હતું કે, “અપેક્ષિત કરતાં વધુ સારા ત્રિમાસિક પરિણામો અને ક્રૂડ ઓઈલના ભાવમાં નરમાઈને કારણે છેલ્લા કેટલાક સત્રોમાં FIIની ખરીદી બજારમાં તેજી રહી છે. આ કારણે પ્રોફિટ બુકિંગ આગળ વધતું જોવા મળી શકે છે. ગયા અઠવાડિયે, 30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ 1,457.38 અથવા 2.44 ટકા વધ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details