ગુજરાત

gujarat

Supreme Court Stay : પુત્રીની કસ્ટડી પિતા પાસેથી લઇ માતાને સોંપવાના કેસમાં સુપ્રીમ કોર્ટેે સ્ટે આપ્યો, શું છે મામલો જાણો

By ETV Bharat Gujarati Team

Published : Sep 29, 2023, 7:45 PM IST

સુપ્રીમ કોર્ટે પુત્રીની કસ્ટડી પિતા પાસેથી માતાને ટ્રાન્સફર કરવાના તેલંગાણા હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો છે. જોકે માતા તેની પુત્રીને મળી શકે છે તેવી રાહત પણ આપવામાં આવી છે.

Supreme Court Stay : પુત્રીની કસ્ટડી પિતા પાસેથી લઇ માતાને સોંપવાના કેસમાં સુપ્રીમ કોર્ટેે સ્ટે આપ્યો, શું છે મામલો જાણો
Supreme Court Stay : પુત્રીની કસ્ટડી પિતા પાસેથી લઇ માતાને સોંપવાના કેસમાં સુપ્રીમ કોર્ટેે સ્ટે આપ્યો, શું છે મામલો જાણો

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે શુક્રવારે તેલંગાણા હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો હતો. તેલંગાણા હાઇકોર્ટના એક આદેશમાં પુત્રીની કસ્ટડી પિતા પાસેથી માતાને સોંપવામાંં આવી હતી. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો કે માતા બાળકને મળી શકે છે જે હાલમાં તેના પિતા સાથે છે.

હેબિયસ કોર્પસ પર કાર્યવાહી : સુપ્રીમ કોર્ટે હેબિયસ કોર્પસ માટેની અરજી પર કાર્યવાહી કરતા તેલંગાણા હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો હતો. જેમાં દંપતિની બાળકીની કસ્ટડી તેના પિતા પાસેથી તેની માતાને ટ્રાન્સફર કરવાનો નિર્દેશ આપ્યો હતો. જો કે વડી અદાલતે માતાને તેની પુત્રીને મળવાની મંજૂરી આપી હતી જે હાલમાં તેના પિતા સાથે રહે છે. સાથે સુપ્રીમે મૌખિક રીતે ટિપ્પણી કરી હતી કે તે સમાધાનકારી કાયદો છે કે આવા કેસમાં હેબિયસ કોર્પસ જારી કરવામાં આવતું નથી.

માતાએ સ્વેચ્છાએ ગૃહત્યાગ કર્યો :સગીર પુત્રીની કસ્ટડીને લઈને માતા અને પિતા વચ્ચેના કલહમાંં પુત્રીને તેની શાળામાંથી અપહરણ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ પણ શામેલ હતો, ત્યારબાદ પિતાએ સ્થાનિક પોલીસને ઘટનાની જાણ કરી હતી. આ કપલે ડિસેમ્બર 2014માં લગ્ન કર્યા હતા. તેમને 6 વર્ષની દીકરી અને 9 મહિનાની દીકરી છે. પિતાએ દાવો કર્યો હતો કે માતાએ તેના પતિ અને નાના બાળકોને પાછળ છોડીને માર્ચ 2022 માં પુણેમાં તેનું વૈવાહિક નિવાસ સ્વેચ્છાએ છોડી દીધું હતું.

પત્નીના વકીલ કેવિયટ પર હાજર થતાં હતાં :ન્યાયમૂર્તિ અનિરુદ્ધ બોઝ અને બેલા એમ ત્રિવેદીની બેન્ચે 27 સપ્ટેમ્બરે કેસની સુનાવણી કરી હતી અને પિતા દ્વારા હાઇકોર્ટના આદેશને પડકારતી અરજી પર નોટિસ જારી કરી હતી. બેન્ચે તેના આદેશમાં જણાવ્યું હતું કે પ્રતિવાદી નંબર 2 ( પત્ની ) ના વકીલ કેવિયેટ પર હાજર થાય છે અને તેના અસીલ વતી નોટિસની સેવા સ્વીકારે છે. તેથી, પ્રતિવાદી નંબર 2 પર નોટિસની ઔપચારિક સેવા સમાપ્ત કરી દેવામાં આવી છે.

પિતા તરફના વકીલની દલીલ : બેન્ચે કહ્યું કે આ મામલો બે અઠવાડિયા પછી લિસ્ટ કરવામાં આવે. આ દરમિયાન પ્રતિવાદી નં. 2 ને તેની પુત્રી જે હાલમાં અરજદાર પિતા સાથે છે તેને મળવાની મંજૂરી આપવામાં આવશે તે શરતે હુકમ સ્થગિત રહેશે. સુનાવણી દરમિયાન પિતાનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટે દલીલ કરી હતી કે બાળકોની કસ્ટડી સંબંધિત કેસોમાં હેબિયસ કોર્પસની રિટ ત્યારે જ જાળવી શકાય જ્યારે માતાપિતા અથવા અન્ય લોકો દ્વારા સગીર બાળકની કસ્ટડી ગેરકાયદે, અનધિકૃત અથવા કાયદાકીય સત્તાનો અભાવ છે.

બાળકને પિતા સકારાત્મક માહોલ : પિતા તરફના વકીલે દલીલ કરતાં વધુમાં જણાવ્યું હતું કે માનનીય હાઇકોર્ટે બાળકના તેના પિતા સાથેના સ્વસ્થ અને સકારાત્મક સંબંધને યોગ્ય રીતે સ્વીકાર્યો નથી. જેમણે માતાએે ત્યજી દીધા પછી તેના પાલનપોષણ અને સ્થિર વાતાવરણ પૂરું પાડ્યું છે. વધુમાં બાળક તેના કુદરતી વાલીની કાયદેસર અને કાનૂની કબજામાં છે. ખંડપીઠે મૌખિક રીતે ટિપ્પણી કરી હતી કે તે સમાધાનકારી કાયદો છે કે આવા કેસમાં હેબિયસ કોર્પસ જારી કરવામાં આવતું નથી. પિતાએ આ મહિનાની શરૂઆતમાં હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્ણયને પડકારતા સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યાં હતાં.

  1. West Bengal News: સુપ્રીમ કોર્ટે 13 સરકારી યુનિવર્સિટીના કુલપતિઓની નિમણુક સંદર્ભે સર્ચ કમિટિ માટે પ્રતિષ્ઠિતોના નામ માંગ્યા
  2. Fabrication Of Court Order: સુપ્રીમ કોર્ટે પોતાના આદેશની સાથે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવાના નિર્દેશ આપ્યા
  3. Bihar Caste Census : બિહારમાં ચાલુ રહેશે જાતિ ગણતરી, સુપ્રીમ કોર્ટે ફરી સ્ટે આપવાનો ઇનકાર કર્યો

ABOUT THE AUTHOR

...view details