ગુજરાત

gujarat

ભારતમાં કોરોના વાયરસથી એક ફ્રેન્ચ નાગરિકનું મોત, એમ્બેસીનો સંપર્ક કરાયો

By

Published : Jul 5, 2022, 10:12 PM IST

દેશના રાજ્યમાં કોરોના વાયરસના કેસો (Covid 19 Case in India) ધીમે ધીમે વધી રહ્યા છે. કેરળમાં પણ (Covid 19 Cases in Kerala) કોવિડના કેસ વધી રહ્યા છે. કેરળની કોટ્ટાયમ મેડિકલ કૉલેજમાં (Kottayam Medical College) કોવિડ 19ની સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. આ મૃતક મૂળ ફ્રાંસનો છે તેથી કેરળની હોસ્પિટલે દિલ્હીમાં આવેલી એમ્બેસીનો સંપર્ક કર્યો છે.

કેરળના કોટ્ટાયમમાં કોરોના વાયરસથી એક ફ્રેન્ચ નાગરિકનું મોત, એમ્બેસીનો સંપર્ક કરાયો
કેરળના કોટ્ટાયમમાં કોરોના વાયરસથી એક ફ્રેન્ચ નાગરિકનું મોત, એમ્બેસીનો સંપર્ક કરાયો

કોટ્ટાયમઃ કેરળની કોટ્ટાયમ મેડિકલ કોલેજમાં (Kottayam Medical College) કોવિડ-19 ની સારવાર દરમિયાન શનિવારે એક ફ્રેન્ચ નાગરિકનું મોત (Covid 19 Cases in Kerala) નીપજ્યું હતું. મેડિકલ કોલેજના અધિકારીઓએ મૃત્યુની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે તેઓએ પોલીસને વિદેશીના મૃત્યુ વિશે જણાવ્યું છે અને તેઓ એમ્બેસીનો સંપર્ક કર્યા પછી આગળની કાર્યવાહી કરશે. ફ્રેન્ચ નાગરિકે શરૂઆતમાં આર્નાકુલમ જનરલ હોસ્પિટલમાં અને પછી કલામાસેરી મેડિકલ કોલેજમાં કોવિડ-19ની સારવાર(Covid 19 Case in India) કરાવી હતી. ત્યારબાદ, તેની તબિયત નાજુક બની ગઈ હતી

આ પણ વાંચોઃ KHAM થિયરી અપનાવીને કોંગ્રેસને મળશે સત્તાની ખુરશી ? જાણો આ રાજકીય વ્યૂહરચના

સારવાર માટે ખસેડ્યાઃઆ દર્દીને તારીખ 2 જુલાઈના રોજ કોટ્ટાયમ મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું. મંગળવારે સવારે તેની સ્થિતિ વધુ ખરાબ થઈ હતી. તેથી તેઓ મૃત્યું પામ્યા છે. મેડિકલ કૉલેજના સત્તાવાળાઓએ એ વાતની ખાતરી કરી હતી કે, આ અંગે દિલ્હી સ્થિત એમ્બેસીનો સંપર્ક કરવામાં આવ્યો છે. આ વ્યક્તિનું નામ મેસિયર પાઈવે હોવાનું જાણવા મળ્યું છે. તેમણે પહેલા કોચીની એક હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. પછી વધુ સારવાર માટે હાયર સેન્ટર રીફર કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ ઘરની બહાર જ 15 ફૂટ જેટલો ઉંડો પડ્યો ભૂવો, અને થયું એવું કે લોકો જોતા જ રહી ગયા...

ફ્રેન્ચ એમ્બેસીને જાણઃ એમના મૃત્યુંને લઈને ફ્રેન્ચ એમ્બેસીને પણ જાણ કરાઈ છે. સોમવારે કેરળમાંથી કોરોના વાયરસના 2603 કેસ નોંધાયા હતા. જ્યારે 3031 દર્દીઓ કોવિડને માત આપી હતી. સોમવારે સૌથી વધારે કેસ ત્રિવેન્દ્રમાંથી સામે આવ્યા હતા. મંગળવારે ફ્રેન્ચ નાગરિકની સ્થિતિ વધારે ગંભીર બની જતા તેઓ મૃત્યું પામ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details