ગુજરાત

gujarat

ભારતમાં કોરોના વાયરસઃ કેરળમાં ત્રીજો પોઝિટિવ કેસ નોંધાયો

By

Published : Feb 3, 2020, 2:30 PM IST

કેરળમાં કોરોના વાયરસનો ત્રીજો પોઝિટિવ કેસ નોંધાયો છે. કેરળના સ્વાસ્થ્ય પ્રધાન કે કે શૈલજાએ આ જાણકારી આપી છે. કેરળમાં 30 જાન્યુઆરીએ પ્રથમ અને 2 જાન્યુઆરીએ બીજો અને આજે ત્રીજો પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યો છે.

etv bharat
etv bharat

કેરળ: ભારતમાં પ્રથમ કોરોના વાયરસનો કેસ ગુરુવારના રોજ કેરળના ત્રિશૂરમાં સામે આવ્યો હતો. કેરળમાં કોરોના વાયરસનો ત્રીજો પોઝિટિવ કેસ નોંધાયો છે. કેરળના સ્વાસ્થ્ય પ્રધાન કે કે શૈલજાએ આ જાણકારી આપી છે. કેરળમાં 30 જાન્યુઆરીએ પ્રથમ અને 2 જાન્યુઆરીએ બીજો અને આજે ત્રીજો પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યો છે.

ચીનના વુહાનથી ભારત પરત ફરેલા વિદ્યાર્થીને કોરોના વાયરસ ચેપ હતો. જેને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ચીને કોરોના વાયરસ સામે લડવા માટે માત્ર 8 દિવસમાં આખી હૉસ્પિટલ તૈયાર કરી છે. આ હૉસ્પિટલ ચીનના વુહાન શહેરમાં બનાવવામાં આવી છે, જ્યાં કોરોના વાયરસે સૌથી વધુ કહેર મચાવ્યો છે.

કોરોના વાયરસના કહેર વચ્ચે વાયરસનું કેન્દ્ર વુહાન શહેરમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ પરત લાવવાનું કામ પૂર્ણ થયું છે. બીજા તબક્કામાં અંદાજે 650 લોકોને સુરક્ષિત લાવવામાં આવ્યાં છે. ભારતીય વિમાન રવિવારના ચીનથી 323 ભારતીયોની સાથે માલદીવના 7 નાગરિકને પણ ભારત લાવવામાં આવ્યાં છે. આ પહેલા શનિવારના એર ઈન્ડિયા બોઈંગ 747 વિમાનથી 324 ભારતીયોને સ્વદેશ લાવવામાં આવ્યાં હતાં.

ABOUT THE AUTHOR

...view details