ગુજરાત

gujarat

ભારતમાં કોરોના દર્દીની સંખ્યા ફરી વધી, 24 કલાકમાં 64531 નવા કેસ, 1092ના મોત

By

Published : Aug 19, 2020, 12:22 PM IST

ભારતમાં કોરોના દર્દીની સંખ્યા ફરી વધી છે. 24 કલાકમાં 64531 નવા કેસ નોંધાયા છે. જ્યારે 1092 દર્દીના મોત થયાં છે. ભારતમાં સંક્રમણના કેસની કુલ સંખ્યા 27,67,273 થઇ ગઇ છે. આ સિવાય 53 હજાર લોકોએ જીવ ગુમાવ્યો છે.

24 કલાકમાં 64531 નવા કેસ
24 કલાકમાં 64531 નવા કેસ

નવી દિલ્હી: વિશ્વભરમાં કોરોનાનો કેર વધી રહ્યો છે. આ મહામારીથી અત્યાર સુધી 2.21 કરોડથી વધુ લોકો સંક્રમિત થઇ ગયા છે. જો કે, 7.9 લાખ લોકોના મોત થઇ ગયા છે. કોરોનાના કારણા સૌથી વધુ અમેરિકા, બ્રાજિલ અને ભારત પ્રભાવિત થયાં છે.

ભારતમાં સંક્રમણના કેસની કુલ સંખ્યા 27,67,273 પર પહોંચી ગઇ છે. આ સિવાય 52,889 લોકો આ મહામારીથી જીવ ગુમાવી ચુક્યા છે, ત્યારે સાજા થનાર લોકોની સંખ્યા 20,37,870 પર પહોંચી ગઇ છે. ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR) મુજબ 18 ઓગસ્ટ સુધી કોરોનાના કુલ 3,17,42,782 નમૂના લેવામાં આવ્યા હતાં.

24 કલાકમાં 64531 નવા કેસ

ભારત સિવાય અમેરિકામાં 5,481,557 લોકો અને બ્રાઝિલમાં 3,407,354 લોકો આ રોગચાળાથી અસરગ્રસ્ત થયા છે. યુ.એસ.માં 1.71 લાખ ચેપગ્રસ્ત લોકોના મોત નીપજ્યા છે અને બ્રાઝિલમાં કોરોનાથી મૃત્યુઆંક 1 લાખને પાર થઇ ગયો છે.

ABOUT THE AUTHOR

...view details