ગુજરાત

gujarat

કોરોના પોઝિટિવ હોવા છતાં અમિત શાહ ગેહલોત સરકાર માટે ખતરોઃ શિવસેના

By

Published : Aug 4, 2020, 1:57 PM IST

શિવસેનાએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પર નિશાન સાધતા કહ્યું કે, કોરોના વાઇરસથી સંક્રમિત હોવા છતાં અમિત શાહ રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગહલોત માટે ખતરો છે. શિવસેનાએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને જલ્દી જ સ્વસ્થ થવાની કામના કરી હતી અને કહ્યું કે, અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજન સમારોહ દરમિયાન 5 ઓગસ્ટે તેમની અનપસ્થિતિનો અનુભવ થશે.

Shiv Sena
Shiv Sena

મુંબઇઃ શિવસેનાએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પર નિશાન સાધતા કહ્યું કે, કોરોના વાઇરસથી સંક્રમિત હોવા છતાં અમિત શાહ રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોત માટે ખતરો છે. ગૃહ પ્રધાન અમિત શાહ કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે. તેમણે આઇસોલેશનમાં રહેવું પડ્યું છે. જેના પર શિવસેનાએ કહ્યું કે, રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતને તેનાથી ખુશ થવું જોઇએ નહીં, શાહ જ્યાં પણ છે, ત્યાંથી તે પોતાનું રાજકીય અભિયાન શરૂ રાખી શકે છે, જે માટે ગેહલોત સરકાર પર ખતરો કાયમ છે.

શિવસેનાએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી અને કહ્યું કે, અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજન સમારોહ દરમિયાન 5 ઓગસ્ટે તેમની અનપસ્થિતિનો અનુભવ થશે. આ ઉપરાંત તેમણે સૂચન પણ આપ્યું છે કે, સમગ્ર કેન્દ્રીય પ્રધાન મંડળે શાહ સાથે લોકોને અલગ-અલગ કરવા પડશે જે તેને મળ્યા હતા. એ સત્ય છે કે, સરકારે સામાજિક અંતરનું પાલન કર્યું, પરંતુ હવે ગૃહ પ્રધાન શાહ પોતે બધા લોકોને અપીલ કરી છે કે, તેમના સંપર્કમાં આવેલા લોકો પોતે જ આઇસોલેટ થાય અને કોરોના રિપોર્ટ કરાવે.

શિવસેનાએ પાર્ટીના મુખપત્ર સામનામાં પ્રકાશિત એક સંપાદકીયના માધ્યમથી પોતાની વાત કહી હતી. એ જોવામાં આવી રહ્યું છે કે, ઉત્તર પ્રદેશ કોરોના માટે એક મોટું કેન્દ્ર બન્યું છે અને અયોધ્યા અલગ નથી. ઉત્તર પ્રદેશ સરકારના એક વરિષ્ઠ પ્રધાનનું રવિવારે કોરોનાને કારણે મોત થયું હતું. અન્ય ત્રણ પ્રધાન અને યૂપી બીજેપી પ્રમુખ સ્વતંત્ર દેવસિંહ પણ કોરોનાની બિમારીની ચપેટમાં છે.

વડાપ્રધાન મોદી 5 ઓગસ્ટે અયોધ્યામાં રામ મંદિરના શિલાયાન્સ કરવાના છે. અયોધ્યાના રામ મંદિર માટે આધારશિલા રાખનારા વડાપ્રધાન બધાને યાદ રહેશે. લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સમારોહમાં જોડાશે.

ABOUT THE AUTHOR

...view details