ગુજરાત

gujarat

લોકસભામાં ઔવેસીના પ્રહાર, ચૂંટણીના વાયદાઓ પૂરા કરવા માટે BJP ભાન ભૂલી

By

Published : Aug 6, 2019, 6:00 PM IST

નવીદિલ્હીઃ સોમવારે કલમ 370 રાજ્યસભામાંથી પાસ થયા બાદ મંગળવારે ગૃહ પ્રધાન અમિત શાહ જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલને લોકસભામાં ચર્ચા માટે રજૂ કર્યું હતું. જેના પર સદનમાં હાલ ચર્ચા શરૂ છે. ગઇકાલે વોટિંગ બાદ રાજ્યસભામાં આ બિલને મંજૂરી મળી હતી. જેમાં બિલની તરફેણમાં 125 અને વિપક્ષમાં 61 મત મળ્યા હતા. લોકસભામાં જમ્મુ-કાશ્મીરમાં વિશેષ અધિકાર આપવાવાળી કલમ 370ને હટાવવાનો સંકલ્પ પણ રજૂ કર્યો હતો. આ સાથે જ જમ્મુ-કાશ્મીર આરક્ષણ બિલ પર પણ સંસદમાં ચર્ચા શરૂ છે.

લોકસભામાં ઔવેસીના પ્રહાર

લોકસભામાં બિલ પર ચર્ચા દરમિયાન અસદુદ્દીન ઓવૈસીએ આ બિલનો વિરોધ કરતા કહ્યું કે, આ ઇતિહાસની ત્રીજી મોટી ભૂલ છે. ભાજપે પોતાના ચૂંટણી વચનોને જરૂરથી પૂર્ણ કર્યા છે, પરંતુ બંધારણીય જવાબદારી નિભાવી નથી. ઓવૈસીએ કહ્યું કે, આ બિલ કલમ 3નો ઉલ્લંઘન કરે છે અને સંઘીય ઢાંચા પર આકરો પ્રહાર છે.

ઓવૈસીએ વધુમાં કહ્યું કે, સરકારનું કહેવું છે કે, આ અસ્થાઇ પ્રાવધાન છે, પરંતુ કોર્ટ તેને અસ્થાઇ નહીં પરંતુ વિશેષ દરરજો ગણાવી ચૂકી છે. નાજિયોથી પ્રેરણા લઇને ભાજપ આ પગલું ભરી રહી છે. કાશ્મીરના લોકો પોતાના લોકતાંત્રિક અધિકારો માટે ઘણા સમયથી લડી રહ્યા છે. પૂર્વોતરમાં નાગાના લોકોને તમે તેલ અને ગેસ આપવા તૈયાર છો. તેમની સાથે વાતચીત માટે તૈયાર છો. જ્યારે તેઓ હથિયાર લઇને ઉભા છે.

હવે સરકાર જણાવે કે, ઓવૈસી ક્યારે હિમાલયમાં જમીન ખરીદી શકશે. વધુમાં ઓવૈસીએ કહ્યું કે, શા માટે લોકોને જેલમાં બંધ રાખવામાં આવી રહ્યા છે. તે સિવાય કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ શશી થરૂરે પણ આ નિર્ણયનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે, વડાપ્રધાનનો આ અન્ય એવો નિર્ણય છે, જેનાથી દેશના લોકો વિનાશક પરિણામોના ભોગવી રહ્યા છે. હજૂ પણ દેશવાસીઓ ડિમોનીટાઇઝેશનથી પીડાઇ રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details