ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

છેલ્લી ઘડીએ કપાઈ ટિકિટ, વિરમગામ આપમાંથી પડ્યા સામુહિક રાજીનામાં - આપ પર આક્ષેપ

ગુજરાત વિધાનસભા ચૂંટણીનો(gujarat legislative assembly 2022) માહોલ જામ્યો છે. પક્ષો દ્વારા પોતાના ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. ક્યાંક ટિકિટ મળતાં ખુશીનો માહોલ તો ક્યાંક કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે વિરમગામ આમ આદમી પાર્ટીમાં(aam aadmi party) ભડકો થયો છે. આમ આદમી પાર્ટીએ વિરમગામ બેઠક(Viramgam Legislative Assembly) પર ઉમેદવાર બદલી કોંગ્રેસમાંથી આવેલા અમરીશ ઠાકોરને ટિકિટ આપી છે. જેથી કુંવરસિંહ ઠાકોરના સમર્થનમાં સ્થાનિક હોદ્દેદારો અને કાર્યકરોએ રાજીનામાં આપ્યા છે.

કુંવરજી સહિત કાર્યકરોમાં રોષ
કુંવરજી સહિત કાર્યકરોમાં રોષ

By

Published : Nov 21, 2022, 12:17 PM IST

અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીનો(gujarat legislative assembly 2022) માહોલ જામ્યો છે. પક્ષો દ્વારા પોતાના ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. ક્યાંક ટિકિટ મળતાં ખુશીનો માહોલ તો ક્યાંક કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે વિરમગામઆમ આદમી પાર્ટીના(aam aadmi party) પક્ષના હોદ્દેદારો અને કાર્યકરોએ સામુહિક રાજીનામાં આપ્યા છે. છેલ્લી ઘડીએ વિરમગામ બેઠક(Viramgam Legislative Assembly) પર ઉમેદવારને બદલવામાં આવતાં કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો.

છેલ્લી ઘડીએ કાપી ટિકિટ:આમ આદમી પાર્ટીએ તેની જાહેર કરી યાદીમાં વિરમગામથી કુંવરજી ઠાકોરને ટિકિટ આપી હતી. જો કે છેલ્લી ઘડીએ આમ આદમી પાર્ટીએ ઉમેદવાર બદલીને તેની જગ્યાએ કોંગ્રેસમાંથી આવેલા અમરીશ ઠાકોરને ટિકિટ આપી હતી. જેનાથી કાર્યકરોમાં આમ આદમી પાર્ટી પ્રત્યે રોષ ફેલાયો હતો. છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલવામાં આવતા પક્ષથી નારાજ થઈ સ્થાનિક હોદ્દેદારો અને કાર્યકરોએ રાજીનામા આપી દીધા હતા. કુંવરજી ઠાકોરની આમ આદમી પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારોની બેઠક યોજાઈ હતી. આમ આદમી પાર્ટી સંગઠનના હોદ્દેદારોએ આમ આદમી પાર્ટી સામે રોષ ઠાલવ્યો હતો. આમ આદમી પાર્ટીમાંથી સામૂહિક રાજીનામા સહિતની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

આપ પર આક્ષેપ:આમ આદમી પાર્ટીએ તારીખ 5 નવેમ્બરના રોજ વિરમગામમાંથી કુંવરજી ઠાકોરને મેદાને ઉતાર્યા હતા. ત્યારે આપ હાઈકમાન્ડે આદેશ આપ્યા કે તમારે શક્તિ પ્રદર્શન કરવાનું છે. ખાસ કરીને કેટલા મતદારો આવશે એ પણ નક્કી કરો. કુંવરજી ઠાકોરે એવો આક્ષેપ કર્યો છે ચૂંટણીના પ્રચાર હેતું મને વ્યક્તિગત રીતે રૂપિયા 5 લાખનો ખર્ચો કરાવ્યો છે. તારીખ 16 નવેમ્બરે રાત્રે નવ વાગ્યે મને ટિકિટ આપી. 17 નવેમ્બરે ફોર્મ ભર્યું એ જ દિવસે ઉમેદવાર અમરસિંહ ઠાકોરે સામે ફોર્મ ભર્યું. એ જ સમયે આમ આદમી પાર્ટીએ કુંવરજીનું ફોર્મ રદ્દ કરી દીધું. બે વર્ષથી હું કાર્યકર્તા હોવા છતા મને ચાન્સ ન આપ્યો અને અમરસિંહ પાર્ટીમાં જોડાયા એ પહેલા જ ટિકિટ આપી દેવાતા કુંવરજી સહિત કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે વિરમગામ એ હાઈપ્રોફાઈલ બેઠક ગણાય છે. ભાજપે આ જ બેઠક પર પાટીદાર યુવા ચહેરો એવા હાર્દિક પટેલને મેદાને ઉતાર્યા છે.

ABOUT THE AUTHOR

...view details