ગુજરાત

gujarat

મોરબી-ટંકારામાં અઢી ઇંચ કરતા વધુ વરસાદ, ઠેર ઠેર પાણી ભરાયા - Torrential rain in Morbi

By ETV Bharat Gujarati Team

Published : Jul 2, 2024, 8:51 AM IST

મોરબી જીલ્લામાં સવારે 6 થી સાંજે 8 વાગ્યા સુધીમાં 2.3 ઇંચ વરસાદ (etv bharat gujarat)

મોરબી:  શહેર અને તાલુકામાં આજે સાંજના સુમારે ધોધમાર વરસાદ શરુ થયો સાથે ટંકારામાં પણ મોડી સાંજે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ટંકારામાં સાંજે 2 કલાકમાં 2 ઇંચ અને મોરબી તાલુકામાં સાવ બે ઇંચ વરસાદ વરસ્યો હતો. મોરબી જીલ્લામાં સવારે 6 થી સાંજે 8 વાગ્યા સુધીમાં 2.3 ઇંચ, ટંકારા તાલુકામાં 2.6 ઇંચ, વાંકાનેર અને હળવદ તાલુકામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. મોડી સાંજે વરસાદને પગલે મોરબી શહેરના સ્ટેશન રોડ, સામાકાંઠે, શનાળા રોડ સહિતના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. આ સાથે રોડ ધોવાઈ જતાં સ્થાનિક તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કરીને ચોમાસાના એકાદ બે દિવસ પૂર્વે વસંત પ્લોટમાં ડામર રોડનો પટ્ટો મારી દીધો હતો જે રવિવારે પડેલા વરસાદમાં ધોવાઈ જતા ફરી ખાડા રાજ જોવા મળી રહ્યું છે. ઉપરાંત વરસાદી પાણીમાં બાઈક ઘુસી જતા મહિલા બાઈક પરથી પડી જતા હાથમાં ઈજા પહોંચી હતી.

ABOUT THE AUTHOR

...view details