પોરબંદર, રાણાવાવમાં એક કલાકમાં વીજળીના ગડગડાટ સાથે દોઢ ઇંચ વરસાદ - Rain news
🎬 Watch Now: Feature Video
પોરબંદર: પોરબંદર પંથકમાં ચોમાસાની શરૂઆતમાં વરસાદ ન પડતા લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા અને ખેડૂતો પણ કાગડોળે વરસાદની રાહ જોતા હતા. મંગળવારે પોરબંદર અને રાણાવાવ શહેરમાં એક કલાકમાં દોઢ ઇંચ વરસાદ ખાબકતા લોકોમાં ખુશીની લહેર છવાઇ હતી. વરસાદને કારણે પોરબંદર અને રાણાવાવ શહેરના મુખ્ય રસ્તાઓ અને મહોલ્લાઓમાં પાણી ભરાયા હતા અને જેના લીધે લોકોને પારાવાર મુશ્કેલી પડી હતી. આવનારા દિવસોમાં પણ વધુ વરસાદ પડે તેવું વાતાવરણ જણાઈ રહ્યું છે.