શબવાહીનીની ચોકી કરી ભૂતની અફવા મુદ્દે પોલીસે કર્યો પર્દાફાશ
🎬 Watch Now: Feature Video
અરવલ્લી:જિલ્લામાં આવેલા માલુપુરમાં શબવાહિનીમાં રાત્રે લાઈટ, પંખા તેમજ હોર્ન ચાલુ થવાની તેમજ તેની અંદર ભૂતપ્રેત છે, તેવી અફવાઓએ જોર પકડ્યું છે. ત્યારે શબવાહિનીને પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવી હતી. પોલીસે પૂરી રાત્રે ચોકી કરીને શબવાહિનીમાં કોઈ પણ હરકત ન થતા માત્ર અફવા છે તેવું જાહેર કર્યું હતું. સાથે જ DYSP ઈશ્વર પરમારે જણાવ્યું હતું કે, લોકોએ આવી અફવાઓથી દુર રહેવું જોઈએ. સાથે જ વૈજ્ઞાનિક અભિગમ કેળવવો જોઈએ.