પોરબંદરઃ કુછડી ગામે છેલ્લા 5 દિવસથી દીપડાનો ત્રાસ, લોકો પરેશાન - બાપા સીતારામની મઢુલી
🎬 Watch Now: Feature Video

પોરબંદરઃ જિલ્લામાં આવેલા કુછડી ગામે વાડી વિસ્તારમાં અવાર નવાર દીપડાએ દેખા દેતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે, પરંતુ આ વિસ્તારમાં વન વિભાગ દ્વારા મૂકેલું પાંજરું બંધ હાલતમાં હોવાથી લોકોએ વન વિભાગની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. ત્યારે કુછડી ગામમાં દીપડાએ 21 તારીખે 2 પશુના મારણ કર્યા બાદ, 22 તારીખના રોજ વન વિભાગ દ્વારા કુછડી વાડી વિસ્તારમાં ખાખરા સીમ વિસ્તારમાં પાંજરું મૂકવામાં આવ્યું હતું. 24 તારીખના રોજ કુછડી શક્તિ વોટર પાર્ક નજીલ આવેલા બાપા સીતારામની મઢુલી પાસે દીપડાએ એક કૂતરાનું મારણ કર્યું હતું. બીજી તરફ વન વિભાગ દ્વારા મુકવામાં આવેલું પાજરું બંધ હોવાથી કઈ રીતે દીપડો પાજરે પૂરાશે તેવા સવાલો પણ લોકોએ કર્યા હતા. રાત્રીના સમયે કુછડી ગામના લોકો ઘરની બહાર નીકળતા ડરે છે, તેથી તાત્કાલિક વધુ પાંજરા મૂકી દીપડાને પાંજરે પૂરવા માટે ગ્રામજનોએ વન વિભાગને રજૂઆત કરી છે.