ગુજરાત-રાજસ્થાન સરહદ પર વાહનોને રોકી મુસાફરોના સ્ક્રીનીંગ શરૂ કરાયા
🎬 Watch Now: Feature Video
સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસે હાહાકાર મચાવ્યો છે, ત્યારે ભારત દેશમાં પણ ધીમે ધીમે કોરોના વાઇરસના કેસોમાં વધારો થઇ રહ્યો છે. આ મહામારીનો ફેલાવો રોકવા સરકાર દ્વારા અનેક પ્રકારે પગલાં લેવામાં આવી રહ્યા છે. જિલ્લા કલેકટરે 144 કલમ લગાવીને ભીડ એકઠી ન થાય તે માટેના આદેશો આપી દીધા છે, ત્યારે જિલ્લાની ત્રણ આંતરરાજ્ય સરહદો પર આવતા જતા તમામ વાહનોનું સ્કીનિંગ કરવામાં આવી રહ્યું છે.