પાટણ નગરપાલિકામાં ઉપપ્રમુખ માટે કોંગ્રેસના લાલેશ ઠક્કરની વરણી
🎬 Watch Now: Feature Video
પાટણ: નગરપાલિકામાં ઉપપ્રમુખની ખાલી પડેલી જગ્યા માટે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં ખાસ બેઠક મળી હતી. જેમાં ભાજપ અને કોંગ્રેસના સભ્યોએ સર્વાનુંમતે ઉપપ્રમુખ માટે લાલેશ ઠક્કરની વરણી કરતા તેમના સમર્થકો અને કોંગ્રેસના કાર્યકરોએ આનંદ વ્યક્ત કર્યો હતો.પાટણ નગરપાલિકામાં 20 વર્ષ પછી નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ સંપૂર્ણ બહુમતી સાથે સત્તા હાંસલ કરી હતી.ત્યાર બાદ કોંગ્રેસ પક્ષમાં અંદરો અંદર વિખવાદને કારણે શાસક પક્ષના સભ્યોએ એકબીજા પર આક્ષેપો કરતા કોંગ્રેસના કેટલાક સભ્યોએ ભાજપ સાથે હાથ મિલાવી ટીમ પાટણની રચના કરી હતી.ટીમ પાટણના સત્તાધારી પક્ષના સભ્યોએ ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ કરી હતી.સામાન્ય સભામાં આ દરખાસ્ત મંજુર થાય તે પહેલા ઉપપ્રમુખ વસંત પટેલે ભ્રષ્ટાચારના આક્ષેપો કરી રાજીનામું આપ્યું હતું.
Last Updated : Aug 23, 2019, 7:17 PM IST