રાજકોટમાં કલેક્ટર કચેરીમાં તોડફોડ કેસ મામલે રાજકારણ ન થવું જોઈએ: બાવળિયા
🎬 Watch Now: Feature Video
રાજકોટ: જિલ્લામાં વર્ષ 2008 દરમિયાન કલેક્ટર કચેરી ખાતે તોડફોડ કરાયાનો કેસ થયો હતો. જે મામલે ગઈકાલે રાજકોટ કોર્ટે 12 લોકોને દોષિત ઠેરવ્યા હતા. 12 પૈકી હાલમાં 10 લોકો હયાત છે જ્યારે 2 લોકોના મૃત્યુ થયા છે. આ તમામ લોકોને કોર્ટ દ્વારા 1-1 વર્ષની સજા અને રૂપિયા 5 હજારના દંડની સજા ફટકારવામાં આવી છે. ત્યારે આ અંગે હાલના રાજ્યના કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, રાજ્યસરકાર દ્વારા ખોટા કેસ કરી ધરપકડ કરવામાં આવી હતી. એ સમયે રોષે ભરાયેલા લોકોએ તોડફોડ કરી હતી, માટે આ મામલે ઉપલી કોર્ટમાં અપીલ કરવામાં આવશે. તેમજ આ મામલે રાજકારણ ન થયું જોઈએ. ઉલ્લેખનીય છે કે, તે સમયે કુંવરજી બાવળિયા કોંગ્રેસમાં હતા અને એક જમીન મામલે તેમની ધરપકડ કરવામાં આવતા તેના વિરોધમાં રેલી યોજી જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
Last Updated : Dec 25, 2019, 2:47 PM IST