સુરત જળબંબાકારઃ માંગરોળની ભૂખી નદીમાં બે વ્યક્તિઓ તણાયા, મૃતદેહોની શોધખોળ શરૂ
🎬 Watch Now: Feature Video
સુરતઃ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ છે અને આગામી ત્રણ દિવસ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સવારના 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં રાજ્યના 182 તાલુકામાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાયું છે. કયાંક પાણીના ધસમસતા પ્રવાહમાં વાહનો પણ ફસાયા હતા. ભારે વરસાદને કારણે સુરતમાં પાણીના પ્રવાહમાં યુવકોના તણાવાની ઘટના સામે આવી હતી. જિલ્લાના માંગરોળ તાલુકાના આંબાવાડી ગામની ભૂખી નદીમાં શુક્રવારે સવારે 50 વર્ષીય અશોક વસાવા તણાયો હતો જ્યારે બપોર બાદ વધુ એક 38 વર્ષિય વ્યક્તિ તણાયો હતો. સ્થાનિક લોકોએ તણાતા વ્યક્તિને બચાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા પરંતુ, પાણીના ભારે પ્રવાહને કારણે વ્યક્તિને બચાવી શકાયો ન હતો જેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનિય છે કે, તણાયેલા બન્ને વ્યક્તિઓના મૃતદેહો હજુ સુધી મળ્યા નથી.