ઝાલોદના ખેડૂતો દ્વારા પ્રાંત ખાતે આવેદન આપીને નેશનલ કોરિડોર હાઈવેનો વિરોધ કરાયો - દિલ્હી મુંબઈ નેશનલ કોરિડોર હાઈવે
🎬 Watch Now: Feature Video

દાહોદ: જિલ્લાના ઝાલોદ તાલુકામાંથી કેન્દ્ર સરકાર દ્વારા ભારત માલા યોજના હેઠળ દિલ્હી-મુંબઈ નેશનલ કોરિડોર હાઈવેમાં 14 ગામના ખેડૂતોની જમીન જતી હોવાથી આ યોજનાને લઈને પ્રારંભથી જ ભારે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ હાઇવે કોરિડોરનું પુનઃ જાહેરનામું બહાર પાડવામાં આવતા ખેડૂતો ભારે રોષે ભરાયા હતા અને ગુરુવારના દિવસે પ્રાંત કચેરી ખાતે 14 ગામના લોકોએ 600 ઉપરાંત વાંધાઓ રજૂ કરીને નેશનલ કોરિડોર હાઈવેનો વિરોધ નોંધાવ્યો હતો.