આજે ડૉક્ટરની દેશવ્યાપી હડતાળ, વડોદરામાં હડતાળ પર ઉતર્યા તબીબો - nirmit dave
🎬 Watch Now: Feature Video

વડોદરા: પશ્ચિમ બંગાળમાં ડૉક્ટરના વિરોધની સાથે સાથે દેશભરમાં તબીબો એક થયા છે, ત્યારે આજે દેશભરમાં ડૉક્ટર્સ હડતાળ પર ઉતર્યા છે. ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા દેશભરમાં અંદાજે 5 લાખે ડૉક્ટરોની હડતાળને પગલે દર્દીઓ અટવાયા છે. શહેરમાં આવેલા કમાટી બાગ પાસે આવેલા એમફી થિયેટર ખાતે મોટી સંખ્યામાં તબીબો એકત્રિત થયા હતા. ત્યારે કોલકતાના NRS મેડિકલ કોલેજમાં 75 વર્ષના એક વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થયા બાદ તેમના પરિવારજનોએ ખુબ હોબાળો મચાવ્યો હતો અને ડૉક્ટરને માર માર્યો હતો. જોકે આ ઘટના બાદ તબીબો પર વારંવાર થતા હુમલાઓને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે.