હાલોલમાં મહિલા દિને મહિલા ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાઈ, જુઓ વીડિયો
🎬 Watch Now: Feature Video
પંચમહાલઃ 8 માર્ચનો દિવસ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રિય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ અંતર્ગત હાલોલના શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા એક દિવસીય મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. મહિલા પુરૂષ સમોવડી હોવાના સંદેશ સાથે યોજાયેલી આ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ 4 ટીમોની 44 મહિલાઓએ ભાગ લીધો હતો. આ એક દિવસીય મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સમાજની વાડીના મેદાનમાં કર્યું હતું. આ મહિલાઓની ક્રિકેટ ટુર્નામેન્ટ જોવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા.