Auction closes in marketing yard : મોરબી માર્કેટિંગ યાર્ડ રવિવાર સુધી બંધ રહેશે, આ છે કારણ - Auction closes in marketing yard

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 7, 2022, 5:02 PM IST

Updated : Feb 3, 2023, 8:24 PM IST

રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી (Rainfall forecast by Weather Department) કરવામાં આવી છે જેને ધ્યાને લઈને મોરબીનું માર્કેટિંગ યાર્ડ (Morbi Marketing Yard ) 7થી 9 જુલાઈ સુધી બંધ રહેશે. સાથેે રવિવારે પણ રજા હોવાથી સોમવારથી રાબેતા મુજબ કામ શરુ કરાશે. જેને લઇને 11 તારીખ સુધી યાર્ડમાં અનાજ વિભાગ બંધ રહેશે. તો ખેડૂતોની જણસને નુકશાન ન પહોચે તે માટે માર્કેટિંગ યાર્ડમાં હરાજી બંધ (Auction closes in marketing yard) રાખવામાં આવી છે. મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના (Morbi Agricultural Produce Market Committee) ઇન્ચાર્જ સેક્રેટરીની સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર હાલમાં વધુ વરસાદની આગાહી હોવાના કારણે તા.7 થી 09 જુલાઈ સુધી અનાજ વિભાગની આવક તથા હરાજીનું કામકાજ બંધ રાખવામાં આવે છે. તા.7 જુલાઈના રોજ હરાજી લેવામાં આવશે અને 11 જુલાઈને સોમવારથી યાર્ડ રાબેતા મુજબ શરુ થશે. જેની સર્વે એજન્ટ, વેપારીઓ તથા ખેડૂતોને નોંધ લેવાનું જણાવવામાં આવ્યું છે.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.