જામનગરમાં મોડી રાત્રે રહેણાંક મકાનમાં લાગી આગ, ઘરવખરી બળીને ખાખ - મકાનમાં આગ
🎬 Watch Now: Feature Video

જામનગરઃ જામનગરમાં મારુનગર પાસે રહેણાંક મકાનમાં મોડી રાતે આગ લાગતા અફરાતફરી સર્જાઇ હતી. વામ્બે આવાસમાં બ્લોક નંબર 20ના રૂમ નંબર 15માં આગ લાગી હતી. આગને લીધે આજુબાજુના રહીશોમાં નાસભાગ મચી ગઇ હતી. જોકે મકાન માલિકે તાત્કાલિક ફાયર ટીમને જાણ કરતા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવા જહેમત ઉઠાવી હતી. ટીવીમાં શોર્ટ સર્કિટના કારણે મકાનમાં આગ લાગી હતી. આગ લાગતા ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ છે. સદ્નસીબે કોઈ જાનહાની થઈ નથી.