પ્રેમ થકી બંધાતા જાતીય સંબંધથી સંબંધમાં સુધારો થાય છે અને ભગ્ન હૃદયી લોકો માટે તે ઉપચારનું કામ કરે છે, તે સર્વવિદિત છે, પણ માનો કે ન માનો, તે આરોગ્ય સુધારવાની તાકાત ધરાવે છે. તાજેતરના ડેટાના આધારે માલૂમ પડ્યું છે કે, જાતીય સબંધ બાંધવાનો “સામાન્ય” દર મહિનામાં 6-8 વખત અથવા સપ્તાહમાં એક વાર છે. જોકે, તેની કોઇ મર્યાદા નથી. તમે ઇચ્છો, ત્યારે આ આનંદ ઊઠાવી શકો છો.
એટલાન્ટા સ્થિત પિડમોન્ટ હેલ્થકેર ખાતેના યુરોલોજીસ્ટ (ડી.ઓ.) ડો. નિખિલ શાહના જણાવ્યા મુજબ, “પાર્ટનર સાથેની નિકટતા એ સબંધ બાંધવાથી આરોગ્યને થતો મુખ્ય લાભ છે. તમે તણાવમાંથી મુક્તિનો અનુભવ કરો છો, તમને ચિંતામાંથી મુક્તિ મળે છે, તમે એક સહભાગીતા તરીકે એકમેકની નિકટ આવો છો. વળી, પ્રોસ્ટેટ (ગ્રંથિ)ના આરોગ્ય તથા જાતીયતા માટે પણ તે લાભદાયી છે.”
aarp.org, પરના અહેવાલ અનુસાર, અવાર-નવાર જાતીય સબંધ બાંધવાના એક કરતાં વધુ લાભ રહેલા છે. આ પૈકીના કેટલાક લાભ આ પ્રમાણે છેઃ
- બ્લડ પ્રેશરનું નિયમન કરે છે: હાઇ બ્લડ પ્રેશર પાછળ ઘણાં કારણો જવાબદાર હોઇ શકે છે અને હાઇપર ટેન્શન અને તણાવનું ઊંચું પ્રમાણ તે પૈકીના સૌથી સામાન્ય કારણો છે. આપણી અનિયમિત જીવનશૈલી, અતિવ્યસ્ત રૂટિન અને કામના લાંબા કલાકોને કારણે તણાવ સર્જાય છે, જે હાઇ બ્લડ પ્રેશરનું મુખ્ય કારણ બની શકે છે. જોકે, જો તમે તમારા પાર્ટનર સાથે પૂરતો હળવાશનો સમય વીતાવો અને તમારા જાતીય જીવનમાં સુધારો કરો, તો તમે તબીબી મદદ લીધા વિના આ સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો. AARPમાં સૂચવ્યા પ્રમાણે, યુરોપમાં હાથ ધરાયેલા એક અભઅયાસ મુજબ, પુરુષો જેટલો વધુ જાતીય સબંધ બાંધે, તેટલું તેમનું બ્લડ પ્રેશર ઘટે છે.
- જાતીય સબંધથી હાર્ટ એટેકનું જોખમ ઘટી શકે છેઃ હવે, ઘણાં લોકોનું એવું માનવું છે કે, વારંવારના જાતીય સબંધથી હૃદય રોગનો હુમલો આવવાનું જોખમ વધી શકે છે અને શારીરિક રીતે નિષ્ક્રિય રહેનારા (બેઠાડુ જીવનશૈલી ધરાવતા) પુરુષો માટે આ બાબત સાચી પણ હોઇ શકે છે. જ્યારે રોજ-બરોજના જીવનમાં સક્રિય હોય, તેવા પુરુષો માટે જાતીય સબંધ તંદુરસ્ત આરોગ્ય સુનિશ્ચિત કરવા માટે મદદરૂપ નિવડી શકે છે. AARPના અહેવાલ પ્રમાણે, બ્રિટિશ સંશોધકોએ 20 વર્ષ સુધી 914 પુરુષોનો અભ્યાસ કર્યો હતો, જેના આધારે માલૂમ પડ્યું હતું કે, જાતીય સબંધનું પ્રમાણ વધે, તે સાથે હૃદયને લગતી બિમારી થવાનું જોખમ ઘટે છે. "આધેડ વયના પુરુષો જેટલો વધુ જાતીય સબંધ બાંધે, તેટલું તેમને હૃદય રોગનો હુમલો થવા સામે રક્ષણ મળે છે."
- તેનાથી ઇરેક્ટાઇલ ડિસફંક્શન થવાનું જોખમ ઘટે છેઃ ફિનલેન્ડની યુનિવર્સિટી ઓફ ટેમ્પિયરના સહકર્મી, એમડી, પીએચડી જુહા કોસ્કિમેરીના તારણ અનુસાર, જાતીય સબંધ જેટલો વધુ બાંધવામાં આવે, તેટલું ઇરેક્ટાઇલ ડિસફંક્શનનું જોખમ ઘટે છે.
- જાતીય સબંધ પ્રોસ્ટેટ કેન્સરને દૂર રાખી શકે છેઃ નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટના સંશોધકોએ આઠ વર્ષ સુધી 46થી 81 વર્ષની વયના 29,342 પુરુષોના જાતીય સબંધ અને પ્રોસ્ટેટ કેન્સર થવાના જોખમનો અભ્યાસ કર્યો હતો. તેમણે શોધ્યું હતું કે, જાતીય સબંધનું પ્રમાણ વધે, તેમ-તેમ પ્રોસ્ટેટ કેન્સર થવાની શક્યતા ઘટે છે. ઉંમરની વીસીમાં મહિનામાં 21 કે તેથી વધુ વખત જાતીય સબંધ બાંધનારા પુરુષોની તુલનામાં મહિનામાં સાત વખત જાતીય સબંધ બાંધનારા પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સર થવાનું જોખમ વધુ હતું.
આ સિવાય, અવાર-નવાર બંધાતો જાતીય સબંધ તમને તંદુરસ્ત રહેવામાં પણ મદદરૂપ નીવડી શકે છે. જાતીય સબંધ એક સાધારણ એક્સરસાઇઝ ગણાય છે, જે કલાકમાં 150 કેલરી બર્ન કરવામાં ઉપયોગી નીવડી શકે છે. તે તમારા તણાવને હળવો કરી શકે છે, હાઇપરટેન્શનને ઓછું કરી શકે છે, તેનાથી ઊંઘ સારી આવે છે અને તમે રાહતનો અનુભવ કરો છો અને આ તમામ પરિબળો દીર્ઘાયુષ્ય સાથે સંકળાયેલાં છે.
ઉપયોગી ટિપ્સઃ તમારા સબંધમાં ઉત્તેજનાને જાળવી રાખો! તમારા પાર્ટનર પ્રત્યેનો તમારો પ્રેમ વ્યક્ત કરો, નવી-નવી ચીજો અજમાવો, જીવનમાં રોમાન્સનું તત્વ જાળવી રાખો, તમારા અંગત જીવન અને જાતીય જીવનને નિર્જીવ ન થવા દેશો. યાદ રાખો, પ્રગાઢ સબંધ અને સાંવેદનિક સુરક્ષા એ રોમેન્ટિક અને સક્રિય જાતીય જીવન સાથે જોડાયેલાં પાસાં છે.