ETV Bharat / state

Covid-19: વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિએ રાત્રે યુપી-બિહાર જનારા લોકોને ટિકિટના 750 રૂપિયા ચૂકવ્યા - વલસાડમાં કોરોના વાઇરસ

વલસામાં લોકડાઉનમાં ફસાયેલા અને યુપી- બિહાર જવા માટે રજિસ્ટ્રેશન કરી ચૂકેલા લોકો પાસે ટ્રેન ભાડાના પૈસા વસુલ કરવું ટિકિટના નાણાં માટે વલસાડ પાલિકાએ મોડી રાત્રે ટ્રેનમાં મુસાફરી કરનારા લોકોને બોલાવ્યા હતા આ બાબતની જાણકારી મળતા વલસાડ કોંગ્રેસ સમિતિ મોડી રાત્રે આવા શ્રમિકોની વ્હારે આવી છે અને કોંગ્રેસ કાર્યાલય ખાતેથી રાત્રે બિહાર-યુપી જનારા લોકોને ભાડુ ચૂકવ્યું હતું.

Etv Bharat, Gujarati News, Valsad News, Covid 19
Valsad News
author img

By

Published : May 9, 2020, 11:24 AM IST

વલસાડઃ લોકડાઉનમાં ફસાયેલા અને યુપી- બિહાર જવા માટે રજિસ્ટ્રેશન કરી ચૂકેલા લોકો પાસે ટ્રેન ભાડાના પૈસા વસુલ કરવું ટીકીટના નાણાં માટે વલસાડ પાલિકાએ મોડી રાત્રે ટ્રેનમાં મુસાફરી કરનારા લોકોને બોલાવ્યા હતા આ બાબતની જાણકારી મળતા વલસાડ કોંગ્રેસ સમિતિ મોડી રાત્રે આવા શ્રમિકોની વ્હારે આવી છે અને કોંગ્રેસ કાર્યાલય ખાતેથી રાત્રે બિહાર-યુપી જનારા લોકોને 750 રૂપિયા વ્યક્તિ દીઠ ચૂકવવાનું શરૂ કરવામાં આવ્યું છે.

જેને લીધે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. જો કે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા તમામને ટીકીટ ભાડાના પૈસા આપતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, સરકાર ફસાયેલા લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી રહી છે.

Etv Bharat, Gujarati News, Valsad News, Covid 19
વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિએ રાત્રે યુપી- બિહાર જનારા લોકોને ટીકીટના 750 રૂપિયા ચૂકવ્યા

વલસાડથી ઉત્તરપ્રદેશ જવા માટે શુક્રવારે ટ્રેન ઉપડે તેવી શક્યતા હતી, ત્યારે વલસાડ પાલિકા દ્વારા વતન જવા રજીસ્ટ્રેશન કરાવેલા પરપ્રાંતીયોને વલસાડ પાલિકાએ એકાએક જાણ કરી ભાડાના પૈસા ચૂકવવા માટે રાત્રે બોલાવ્યા હતા. જેથી મજબૂરીમાં કોઈ પણ ભોગે ઘર પોહચનારા લોકો ભાડા આપવા માટે પાલિકા સુધી પણ પહોંચ્યા હતા. તો કેટલાક લોકો પાસે તો ભાડાના પૈસા પણ નોહતા આવા લોકોને આવા ગંભીર સમયમાં તેમની સાથે રહેવા માટે વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ આગળ આવી હતી. મજબૂરીમાં વતન જતા પરપ્રાંતીયો પાસેથી ટિકિટના પૈસા વસૂલવામાં આવતા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે રોષ વ્યક્ત કર્યો હતો.

જોકે મોકો જોઈ કોંગ્રેસે હમદર્દી મેળવવા અડધી રાત્રે પૈસા વેચવાની શરૂઆત કરી હતી. વલસાડ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય બહાર ભાડાના પૈસા લેવા પરપ્રાંતીયો મોટી સંખ્યામાં ઉમટ્યા સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની સાથે વલસાડ જિલ્લા કોંગ્રેસ દ્વારા ટિકિટ દીઠ રૂપિયા 750 ચૂકવાયા હતા. વલસાડ કોંગ્રેસ કાર્યાલય પરથી કોંગ્રેસના અગ્રણી એવા ગૌરવભાઈ પંડયા સહિતના કાર્યકરોએ યુપી બિહાર જનારાને 750 રૂપિયા જેટલું ટિકિટ ભાડું ચૂકતે કર્યું હતું.

નોંધનીય છે કે, વલસાડ જિલ્લા કોંગ્રેસ દ્વારા મોકો જોઈને શ્રમિકો માટે હમદર્દી બતાવવા માટે રાત્રી દરમિયાન ટીકીટ ભાડું ચૂકવામાં આવ્યું કોંગ્રેસના દાવથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.