ETV Bharat / state

વલસાડમાં 25માં વર્ષે નીકળનારી રથયાત્રાને લાગ્યું કોરોનાનું ગ્રહણ - કોરોનાની મહામારી

વલસાડ જિલ્લામાં 24 વર્ષથી યોજવામાં આવતી ભગવાન જગન્નાથની રથયાત્રાને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. જેના કારણે આ વર્ષે એટલે કે 25મા વર્ષે રથયાત્રા મોકૂફ રાખવામાં આવી છે. સરકારની નીતિ નિયમોને આધીન કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે યાત્રા મોકૂફ રાખવામાં આવી છે.

etv bharat
etv bharat
author img

By

Published : Jun 23, 2020, 2:09 PM IST

વલસાડ: શહેરના છીપવાડ દાણા બજારમાં આવેલું ભગવાન જગન્નાથનું સાડા ત્રણસો વર્ષ જૂનું મંદિરમાં દર વર્ષે જગન્નાથ ભગવાનની રથયાત્રાના દિવસે નીકળે છે. જે રથયાત્રા વલસાડના વિવિધ વિસ્તારોમાં ફરે છે ,પરંતુ હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે લોકોમાં સંક્રમણ ન ફેલાઇ તે માટે મંદિર સંચાલન તરફથી આ વર્ષે એટલે કે સતત પચ્ચીસમાં વર્ષે નીકળનારી રથયાત્રા ને મોકૂફ રાખવામાં આવી છે. દર વર્ષની જેમ વહેલી સવારથી મંદિરે પૂજા તેમજ અન્ય શાસ્ત્રોક્ત વિધિ-વિધાન મુજબ પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું.

વલસાડમાં 25માં વર્ષે નિકળનારી રથયાત્રાને લાગ્યું કોરોનાનું ગ્રહણ

મંદિરના મહંતે જણાવ્યું કે, ભગવાન જગન્નાથના ભાવિક ભક્તો માટે મંદિર પરિસર ખુલ્લુ મુકવામાં આવશે, પરંતુ સોશિયલ ડિસટન્સને ધ્યાને રાખી દરેક ભાવિક ભક્તોએ તેના દર્શનનો લાભ લઇ શકશે.

મહત્વનું છે કે અતિ પૌરાણિક એવું ભગવાન જગન્નાથના મંદિરમાં સતત ૨૪ વર્ષથી વલસાડમાં રથયાત્રા કાઢવામાં આવે છે. આ વર્ષે વૈશ્વિક મહામારી કોરોનાને કારણે સરકારી નીતિ નિયમોને અનુસરીને મંદિર સંચાલકો દ્વારા સતત 25માં વર્ષે નીકળનારી રથયાત્રાની મોકૂફ રાખવામાં આવી છે.

વલસાડમાં 25માં વર્ષે નિકળનારી રથયાત્રા ને લાગ્યું કોરોના નું ગ્રહણ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.