- જિલ્લા કલેક્ટરની 144 કલમ લાગુ હોવા છતાં રેલી યોજવા બદલ 250 લોકો સામે ફરિયાદ પણ નોંધાઇ હતી
- ઉમરસાડી માછીવાડ 1 પર આજે મોટા ભાગે લોકોએ મતદાન કરવાનું ટાળ્યું હતું
- સવારથી મતદાન બૂથ પર મતદાન કરવા એકલ દોકલ લોકો ફરક્યા
વલસાડઃ પારડી ઉમરસાડી 1 પર ચૂંટણીનો બહિષ્કારને પગલે લોકોને સમજાવવા છતાં પણ માત્ર 703 લોકોએ મતદાન કર્યું એટલે કે, કુલ 10.89 ટકા જેટલું નીચું મતદાન ઉમરસાડી માછીવાડના બૂથ પર નોંધાયું હતું. જોકે આચનક દરેક બૂથ પર સવારથી કાગડા ઉડતા વલસાડ જિલ્લા સાંસદ સ્થાનિક અગ્રણીઓએ સમજાવવા માટે દોડતા થયા હતા પરંતુ તેમ છતાં પણ લોકોએ મતદાન ન કરતા માત્ર 703 લોકોએ મતદાન કરતા આખરે 10.89 ટકા મતદાન નોંધાયું હતું, જે રાજ્યમાં ખૂબ નીચું મતદાન હોવાનું જાણવા મળ્યું છે.
માત્ર 10.89 ટકા જેટલું મતદાન નોંધાયું
ઉમરસાડી માછીવાડ ગામે બની રહેલા રેલવે બ્રિજનો એક છેડો માછીવડ તરફ ઉતરવાની માગ સાથે લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. ઉમરસાડી માછીવાડ 1 બૂથ ઉપર આજે વહેલીસવારથી માત્ર ગણતરીના લોકો મતદાન કરવા મતદાન મથકે આવ્યા હતા. ઉમરસાડી માછીવાડમાં પુરુષ મતદારો કુલ 3,203 છે. જ્યારે મહિલા મતદારો 3,248 છે. કુલ મતદારોની સંખ્યા 6,451 છે. જે પૈકી આજે માત્ર 703 લોકોએ મતદાન કરતા સાંજના છેડે માત્ર 10.89 ટકા જેટલું મતદાન નોંધાયું હતું.
માછીવાડ બૂથ પર લોકો મતદાનનો બહિષ્કાર કર્યો
સવારથી જ માછીવાડ બૂથ પર લોકો મતદાનનો બહિષ્કાર કર્યો હોય સાંસદ સ્થાનિકોને સમજાવવા પહોચ્યા હતા. ઉમરસાડી માછીવાડમાં અનેક લોકો થોડા દિવસ અગાઉ જ બ્રિજનો એક છેડો માછીવાડ તરફ ઉતારવાની માગ સાથે ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. જેને જાળવી રાખતા આજે સવારથી જ કોઈ પણ વ્યક્તિ મતદાન મથકે ન જતા રાજકરણીઓમાં ભારે ચિંતા પેસી હતી. જેને લાઇને જિલ્લા સાંસદ અનેક લોકોને સમજાવવા માટે છેક ઉમરસાડી સુધી દોડી આવ્યા હતા પરંતુ સ્થાનિકો ટસના મસ થયા ના હતા.
રાજકરણીઓ સ્થાનિક અગ્રણીઓને સમજાવવાવ માટે પહોંચ્યા
જોકે મારાજકરણીઓ સ્થાનિક અગ્રણીઓને સમજાવવાવ માટે પહોંચ્યાત્ર 703 લોકોએ મતદાન કરતા સાંજે મતદાન પૂર્ણ થતા માત્ર 10.89 ટકા મતદાન નોંધાયું હતું. આમ સ્થાનિકોએ પોતાની એકતા જાળવી રાખીને મતદાનનો બહિષ્કાર કરતા અનેક રાજકરણીઓ સ્થાનિક અગ્રણીઓને સમજાવવાવ માટે પહોંચ્યા હતા પરંતુ તેમ છતાં પણ કોઈએ મતદાન કર્યું ન હતું.