ETV Bharat / state

Valsad: તૌક્તેમાં નુકસાની સહાયથી વંચિત રહેલા ખેડૂતો માટે વધુ 12 કરોડ મંજુર

વલસાડ(VALSAD) જિલ્લામાં આંબાવાડી ધરાવતા ખેડૂતોને તૌક્તે વાવાઝોડા (TAUKTAE CYCLONE)માં થયેલા નુકસાનના વળતર માટે ગુજરાત સરકારે 500 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું અને જે મુજબ નુકસાની થયેલા ખેડૂતોને વળતર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ પારડી તાલુકાના કેટલાક ગામોમાં ખેડૂતોને હજી સુધી સહાય મળી ન હોવાની રાવ ઉઠી છે.

વલસાડ
વલસાડ
author img

By

Published : Jun 27, 2021, 12:50 PM IST

  • તૌક્તે વાવાઝોડાથી નુકસાની પામેલા 6,433 ખેડૂતોને 10 કરોડ 93 લાખ રૂપિયા ચૂકવાયા
  • નુકસાનીના સર્વે માટે કોઈપણ અધિકારીઓ ખેડૂતોના ખેતર સુધી પહોંચ્યા નથી
  • તલાટી અને ગ્રામ સેવકના ભરોસે અને કાગળના આધારે સર્વેની કામગીરી

વલસાડ: જિલ્લામાં આંબાવાડી ધરાવતા ખેડૂતોને તૌક્તે વાવાઝોડા (TAUKTAE CYCLONE)માં થયેલા નુકસાનના વળતર માટે ગુજરાત સરકારે 500 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું. તે માટે વલસાડ જિલ્લામાં પણ સર્વે કરવામાં આવ્યો હોવાનું સરકારી ચોપડે નોંધાયું છે. જેમાં વલસાડ જિલ્લામાં 6,433 ખેડૂતોને નુકસાન થયું હોવાનું બહાર આવ્યું છે અને તેઓને 10 કરોડ 93 લાખ રૂપિયાનું ચૂકવણું કરવામાં આવ્યું હોવાનું સરકારી વહીવટીતંત્ર જણાવી રહ્યું છે, પરંતુ પારડી તાલુકાના કેટલાક ગામોમાં ખેડૂતોને હજી સુધી સહાય મળી ન હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.

ગુજરાત સરકારે 500 કરોડ રૂપિયાનું ખેડૂતો માટે પેકેજ જાહેર કર્યું હતું

તૌક્તે વાવાઝોડું વલસાડ (VALSAD) જિલ્લામાંથી પસાર થતા આંબાવાડી ધરાવતા અનેક ખેડૂતોને નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. તેમાં પણ આંબે કેરીની તૈયારી થઈ ચૂકી હતી એવા જ સમયમાં આવેલા તૌક્તે વાવાઝોડા (TAUKTAE CYCLONE)ને લઈને કેરીનો પાક પવનના કારણે જમીનદોસ્ત થઈ ગયો હતો. આવા સમયમાં ખેડૂતોમાં માગ ઉઠી હતી કે, સરકાર દ્વારા નુકસાનીનું વળતર આપવામાં આવે. તે માટે ગુજરાત સરકારે 500 કરોડ રૂપિયાનું ખેડૂતો માટે પેકેજ જાહેર કર્યું હતું. જે પૈકી વલસાડ જિલ્લામાં પણ સરવે કામગીરી હાથ ધરાઈ હતી અને જિલ્લામાં 10 કરોડ 93 લાખ રૂપિયાનું ચૂકવણું નુકસાનીના વળતર તરીકે આપવામાં આવ્યા છે, પરંતુ તેમાં પણ અનેક સ્થળોએ ખેડૂતોમાં મનદુખ જેવી સ્થિતિ સર્જાઈ છે.

નુકસાન પામેલા ખેડૂતો વળતર મેળવવાથી વંચિત રહી ગયા

વલસાડ જિલ્લામાં તૌક્તે વાવાઝોડા (TAUKTAE CYCLONE)માં થયેલા નુકસાન બાબતે જિલ્લાના વિસ્તરણ અધિકારીના નેજા હેઠળ સર્વે કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં જિલ્લામાં 6,000થી વધુ ખેડૂતોને નુકસાની થઇ હોવાનું સર્વેમાં બહાર આવ્યું હતું. જોકે, ખેડૂતોના જણાવ્યા અનુસાર એક તરફ કેરીની સીઝન ચાલતી હોય અને બીજી તરફ વરસાદી માહોલ પણ હોય એવા સમયમાં નુકસાની ભોગવી રહેલા ખેડૂતોને વળતર પ્રક્રિયામાં જરૂરી દસ્તાવેજો રજૂ કરવા માટે ખૂબ ઓછો સમય આપવામાં આવ્યો હતો. જેના કારણે ખેડૂતો પોતાનો પાક સાચવે કે વળતર મેળવવા માટે કાગળો રજૂ કરે જેને લઇને વાસ્તવિક નુકસાન પામેલા ખેડૂતો વળતર મેળવવાથી વંચિત રહી ગયા છે.

આ પણ વાંચો: ભાવનગરઃ શિહોર તાલુકાના ખેડૂતો દ્વારા વળતર ચૂકવવાની માંગ સાથે મામલતદારને પાઠવ્યું આવેદન પત્ર

જે ખાતેદારના નામે 7/12ની નકલ હતી એ ખાતેદાર કોરોનામાં મૃત્યુ પામ્યા

તૌક્તે વાવાઝોડા (TAUKTAE CYCLONE)ને પગલે થયેલા નુકસાનનું વળતર આપવા માટે સરકારે 500 કરોડનું પેકેજ જાહેર કર્યું અને જે બાદ સર્વે કામગીરી માટે વલસાડ જિલ્લામાં પણ વિસ્તરણ અધિકારી દ્વારા તલાટી અને ગ્રામ સેવક અને સર્વે કામગીરી સોંપવામાં આવી હતી અને જેમાં દરેક ખેડૂતોને સ્વયમ પોતાના કાગળો રજૂ કરવા જણાવવામાં આવ્યું હતું જેમાં 7/12ની નકલ રજૂ કરવા જણાવવામાં આવ્યું હતું, પરંતુ જે ખાતેદારના નામે 7/12ની નકલ હતી એ ખાતેદાર કોરોનામાં મૃત્યુ પામ્યા હતા. તો બીજી તરફ વારસાઈ થઇ ન હોય એવા અનેક કિસ્સાઓ ધરાવતા ખેડૂતો નુકસાનીનું વળતર મેળવવા માટે વંચિત રહી ગયા હતા.

10 કરોડ 93 લાખ જેટલી રકમ વિવિધ તાલુકાના લાભાર્થીઓને ચૂકવવામાં આવી

વલસાડ જિલ્લાના સરકારી અધિકારીના આંકડા જણાવ્યા અનુસાર વલસાડ જિલ્લામાં સર્વેમાં 6433 ખેડૂતોને નુકસાન થયું હોવાનું બહાર આવ્યું હતું અને આ તમામ ખેડૂતોને પહેલા તબક્કામાં દસ કરોડ 93 લાખ જેટલી રકમનું ચૂકવણું કરવામાં આવ્યું છે તાલુકા અનુસાર આંકડા ઉપર નજર કરીએ તો વલસાડ તાલુકામાં 2760 જેટલા લાભાર્થીઓ છે જેમને 45,90,7800 રૂપિયા,પારડી માં 1255 લાભાર્થીને 26,53,8900 રૂપિયા, ધરમપુરમાં 674 લાભાર્થીને 73,50,000 રૂપિયા, કાપરડા 497 લાભાર્થીને 43,70,400 રૂપિયા, ઉમરગામ 1247 લાભાર્થીને 25,18,6200 રૂપિયાનું ચૂકવણું કરવામાં આવ્યું હોવાનું કહેવાય રહ્યું છે.

આ પણ વાંચો: પોરબંદરઃ ભારે વરસાદને કારણે ભાવપરા અને મિયાણીમાં પાકને નુકસાન, ખેડૂતોએ કરી વળતર ચૂકવવા માગ

6,000 વધુ આવેલી અરજી માટે વધારા ના 12 કરોડ કરાયા મંજુર

વલસાડ જિલ્લામાં પહેલા તબક્કામાં 6,433 જેટલા ખેડૂતોને 10 કરોડ 93 લાખ રૂપિયાનું ચૂકવણું કરવામાં આવ્યું છે જોકે હજુ પણ 6,000 જેટલી અરજીઓ પેન્ડિંગ પડી હોય તેમને સહાય ચૂકવવાની બાકી હોય તે માટે રાજ્ય કક્ષાના પ્રધાન રમણલાલ પાટકર દ્વારા કેબિનેટમાં રજૂઆત કર્યા બાદ 12 કરોડ વધુ નુકસાનીના વળતર માટે મંજૂર કરવામાં આવ્યા છે જોકે હવે આગામી દિવસમાં તેનું ચુકવણું ક્યારે અને કેવી રીતે થશે એ તો સરકારી અધિકારીઓ જ કહી શકે. ત્યારે આ સમગ્ર બાબતે જો ખરેખર વાત કરી તપાસ થાય તો આ સમગ્ર પ્રકરણમાં સર્વે મુજબ ચુકવણું થયું છે કે કેમ તે અંગે ઘણી બધી બાબતો સપાટી ઉપર આવી શકે એમ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.