ETV Bharat / state

વલસાડ: કપરાડાના કુંભઘાટના બિસ્માર માર્ગે વધુ એકનો ભોગ લીધો

વલસાડ: કપરાડા તાલુકામાંથી પસાર થતા સ્ટેટ હાઇવે પર આવેલા કુંભઘાટમાં ચોમાસા બાદ ધોવાણ થવાથી એક તરફનો જ રોડ વાહનોના અવર-જવર માટે ઉપયોગી બની રહ્યો છે. જેના કારણે કુંભઘાટમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. મંગળવારે એક ટ્રકચાલકે બાઈકને ટક્કર મારતા બાઈકચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજયું હતું.

Accidental death of young man
કપરાડાના બિસ્માર માર્ગે વધુ એકનો ભોગ લીધો
author img

By

Published : Dec 3, 2019, 5:08 PM IST

નાનાપોન્ડાથી કપરાડાને જોડનાર મુખ્ય માર્ગ પર આવેલા કુંભઘાટમાં અવારનવાર અકસ્માતો સર્જાતા જોવા મળે છે. બે દિવસ પહેલાં જ એક ટ્રકે પલટી મારી હતી. જેમાં ડ્રાઈવરનો બચાવ થયો હતો.

અકસ્માત સર્જનાર ટ્રક
અકસ્માત સર્જનાર ટ્રક

મંગળવારે કુંભઘાટમાં એક સિવિલ કોન્ટ્રાકટર પોતાની બાઈક લઈને જઈ રહ્યો હતો, ત્યારે સામેથી આવતા ટ્રકે ટક્કર મારતા બાઇકચાલક રોડ ઉપર પટકાયો હતો અને ટ્રકનું પાછળનું ટાયર બાઈક ચાલકો પરથી ફરી વળતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

મૃતકની ઓળખ
મૃતકની ઓળખ

અચાનક બનેલી ઘટનાને પગલે માર્ગમાંથી પસાર થતા વાહનચાલકો એકત્ર થઇ ગયા હતા અને મૃતકની ઓળખ માટે તેની પાસેના કેટલાક જરૂરી કાગળો તપાસ્યા હતા. જેમાં મૃતક યુવકની ઓળખ કાશીનાથભાઈ પાગી તરીકે કરવામાં આવી તથા મૃતક કડીયા કામ કરી ગુજરાન ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે.

મૃતકની ઓળખ
મૃતકની ઓળખ

મૃતકના પરિવારને ઘટનાની જાણ થતા તેઓ ઘટના સ્થળે દોળી આવ્યા હતા. મૃતકની દેહને પોસ્ટમોર્ટમ કરવા કપરાડા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. કપરાડા પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

મૃતકની બાઈક

Intro:વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં થી પસાર થતા સ્ટેટ હાઇવે ઉપર આવેલા કુંભઘાટ માં ચોમાસા બાદ સ્ટેટ હાઇવે દ્વારા ધોવાણ થયેલ આ માર્ગનું સમારકામ નહીં કરવાને કારણે માત્ર એક જ તરફનો રોડ વાહનોને જવા આવવા માટે હાલ ઉપયોગી બની રહ્યો છે જેના કારણે અવારનવાર કુંભઘાટ માં અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે આજે એક ટ્રકચાલકે બાઈકને ટક્કર મારતાં બાઈકચાલક નીચે પટકાઈ તેના ઉપરથી ટ્રકનું ટાયર ફરી વળતાં તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું
Body:નાનાપોન્ડા થી કપરાડા ને જોડતો મુખ્ય માર્ગ ઉપર આવેલા કુંભઘાટ માં અવારનવાર અકસ્માતો ની સંખ્યા વધતી જઈ રહી છે હજુ બે દિવસ પહેલાં જ એક કન્ટેનર પલટી મારી હતી જેમાં કન્ટેનર ચાલકનો બચાવ થયો હતો પરંતુ આજે કુંભઘાટ માં એક સિવિલ કોન્ટ્રાકટર પોતાની બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે સામેથી આવતી ટ્રકના ચાલકે ટક્કર મારતા બાઇકચાલક રોડ ઉપર પટકાયો હતો અને ટ્રકનું પાછળનું ટાયર બાઈક ચાલકો પરથી ફરી વળતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અચાનક બનેલી ઘટનાને પગલે માર્ગ માંથી પસાર થતા વાહનચાલકો એકત્ર થઇ ગયા હતા અને મૃતકની ઓળખ માટે તેની પાસેના કેટલાક જરૂરી કાગળો ચકાસતા મૃતક યુવક કાશીનાથ ભાઈ પાગી રહે મોટી પલસન સિંગરટાટી ફળીયા નો રહેવાસી જે કડીયા કામ કરી ગુજરાન ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે Conclusion:હાલ તો આ સમગ્ર બાબતે મૃતકના વાલીવારસોની જાણકારી મળતાં તેઓ પણ સ્થળ પર ધસી આવ્યા હતા અને મૃતકની લાશને પી.એમ કરાવવા માટે કપરાડા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને પરિવારજનો દ્વારા કપરાડા પોલીસ મથકમાં ઘટના બાબતે ટ્રકચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ પોલીસ કરી રહી છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.