ચુંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ૨૩ એપ્રીલના રોજ મતદાન કરવાની પ્રેરણા આપવા શહેરના 7 કલાકારોએ કોઠી ચાર રસ્તા પર, રાત્રે ઝળહળતું દેખાય એવું 70X30 ફૂટનું વિશાળ ત્રિપરીમાણીય (૩D) પેઇન્ટીંગ બનાવવામાં આવ્યુ છે.
વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી શાલિની અગ્રવાલે નિરીક્ષણ કર્યું હતુ. તેમણે જણાવ્યું કે, લોકશાહીના પ્રતિક તરીકે કલ્પવૃક્ષ-વટવૃક્ષને એકમેકમાં વણી લઈને અને તેમાં ચાર ભાષામાં મત શબ્દનું ચિત્રાંકન કરીને કલાકારોએ સમૃદ્ધ અને મજબૂત લોકશાહી માટે પ્રત્યેક મત જરૂરી છે. આ ચિત્ર એવી રીતે બનાવવામાં આવ્યું છે કે જે રાત્રે સ્ટ્રીટ લાઇટસના પ્રકાશમાં ચિત્ર એકદમ જીવંત બને છે. મતદાન જાગૃત્તિનો સંદેશ આપતું આ ચિત્ર સર્જન કર્યું છે. મતદાનની પ્રેરણા આપવામાં સહભાગી બન્યા છે. આ ચિત્ર સૌને મતદાન કરવાની પ્રેરણા આપશે.