ETV Bharat / state

ધ્યાન રાખજો: ભીડનો લાભ લઈ મુસાફરોના પર્સની ચોરી કરતી મહિલાઓ

રાજ્યમાં મોટા ભાગની ચોરીના બનાવ (Vadodara Women steal passengers purses) ભીડભાડવાળી જગ્યાઓ પર જ થતી હોવાનું સામે આવતું હોય છે. ખાસ કરીને ચોરો ભીડનો લાભ લઈને ચોરી કરતા હોય છે, ત્યારે આવી જ રીતે ભીડનો લાભ લઈને વડોદરા સેન્ટ્રલ એસ.ડી.ડેપોમાં બે મહિલાઓએ સોના-ચાંદીના દાગીના રાખેલ પર્સની ચોરી કરનાર બે મહિલા આરોપીઓને વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પકડી પાડવામાં આવી છે.

Vadodara Women steal passengers purses
Vadodara Women steal passengers purses
author img

By

Published : Dec 2, 2022, 5:59 PM IST

વડોદરા :પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, વડોદરા ક્રાઈમ બ્રાન્ચની (Vadodara crime branch)ટીમ મિલ્કત સંબંધિ ગુના કરવાવાળા ઈસમોની શોધમાં શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે સમયે તેમને બાતમી મળી હતી કે, દાહોદ તરફ રહેતી બે મહિલાઓ વડોદરા શહેરના બસ સ્ટેન્ડો પર બસમાં ચડતા સમયે મુસાફરોની ભીડનો લાભ લઈ પર્સ પાકીટોની ચોરી (Vadodara Women steal passengers purses) કરવાની પ્રવૃત્તિ કરે છે. અને આ બંન્ને મહિલાઓએ હાલમાં મુસાફરોની ભીડનો લાભ લઈ વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેન્ડ ખાતેથી દાગીનાઓ સાથેના પર્સની ચોરી કરી હતી. તેમજ આ બંન્ને મહિલાઓએ મહેસાણાનગર ગરબા ગ્રાઉન્ડના ફુટપાથ પર હાજર છે તેવી માહિતી મળી હતી.

Vadodara Women steal passengers purses
પર્સની ચોરી કરતી મહિલાઓ

શંકાસ્પદ દાગીના: મહિલાઓ અંગે માહિતી મળતા ક્રાઈમ બ્રાન્ચની ટીમે મહિલા પોલીસને સાથે રાખી મહેસાણાનગર ગરબા ગ્રાઉન્ડના ફુટપાથ ખાતે તપાસ કરતાં બે શંકાસ્પદ મહિલા નં (1).બિંદિયાબેન(W/O વિશાલ તેરસિંગ નિનામા ઉ.વ.21 રહે.ગામ ઈટાવ,તા.જી.દાહોદ)નં. (2) ગીતાબેન(W/O આકાશ રમણ ડામોરની પત્ની ઉ.વ.25,રહે.ગામ વેજલપુર,તા.કાલોલ,જી.પંચમહાલ)બંન્ને હા રહે,મહેસાણાનગર ફૂટપાથ ઉપર મળી આવી હતી. મહિલા પોલીસ દ્વારા આ બંન્ન મહિલાઓની તપાસ કરવામાં આવી હતી. તપાસ કરાવતા બંન્ને પાસેથી શંકાસ્પદ દાગીના સોનાનું ડોકિયું,બુટ્ટીની જોડ, મંગળસુત્ર, ચાંદીના પાયલની જોડ મળી આવી હતી. જેની કુલ કિંમત રૂ.1,01,485/ - હતી.

Vadodara Women steal passengers purses
બંન્ને પાસેથી શંકાસ્પદ દાગીના મળ્યા

પૂછપરછ : પોલીસ દ્વારા આ મહિલાઓ પાસે દાગીનાના આધાર પુરાવા વિશે પૂછપરછ કરતા સંતોષકારક જવાબ મળ્યો નહોતો. પોલીસને સંતોષકારક જવાબ ન મળતા મહિલા પોલીસ દ્વારા બંન્ને મહિલાઓની કડક પૂછપરછ કરતા મહિલાઓએ 29 નવેમ્બરના બપોરના સમયે એકબીજાની મદદગીરીમાં વડોદરા સેન્ટ્રલ એસ.ટી.ડેપોમાં બસમાં ચડી રહેલ મુસાફરોની ભીડનો લાભ લઈ ફરિયાદી મહિલાના પર્સમાંથી ચોરી કરી હોવાની હકીકત જણાવી હતી. જેથી આ તમામ શંકાસ્પદ મુદ્દામાલ પોલીસે કબ્જે કરી આ ચોરી અંગે સયાજીગંજ પોલીસ સ્ટેશમાં ગુનો નોંધાયેલ હોવાથી આગળની તપાસ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવી હતી.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.