ETV Bharat / state

વડોદરામાં બેન્ક કર્મચારીઓએ કર્યુ હડતાળનું એલાન, વ્યાપારિક ક્ષેત્રોમાં ચિંતાનો માહોલ

author img

By

Published : Jan 25, 2020, 2:58 PM IST

વડોદરામાં બેન્ક કર્મચારીઓએ પોતાની પડતર માંગણીને ધ્યાનમાં રાખીને તંત્ર વિરૂદ્ધ હડતાળનું એલાન કર્યુ છે. જેની અસર વ્યાપારિક જગતમાં થતી હોવાથી વેપારીઓ ચિંતામાં મૂકાયા છે. કારણ કે, હાલ નાણાકિય વર્ષના છેલ્લા મહિના ચાલી રહ્યાં છે. એટલે વેપારી મંડળોએ હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરી છે.

vadodara
vadodara

વડોદરાઃ રાષ્ટ્રિયકૃત બેંકોના 10 યુનિયન દ્વારા 31મી જાન્યુઆરી, 1લી ફેબ્રુઆરી અને ત્યારબાદ માર્ચ માસ સુધી હડતાળોનું એલાન કરાયું છે. જેના પગલે વેપાર ઉદ્યોગોને મુશ્કેલીમાં મૂકાયા છે. જેથી તેમણે વડોદરાના મધ્ય ગુજરાત વ્યાપાર ઉદ્યોગ મંડળ, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રિઝ, ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન, ગોંડલ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રિઝ, ભાવનગર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રિઝે ગુજરાત હાઇકોર્ટમાં એક જાહેરહિતની અરજી કરી છે.

બેન્ક કર્મચારીઓએ કર્યુ હડતાળનું એલાન, વ્યાપારિક ક્ષેત્રોમાં ચિંતાનો માહોલ

મધ્ય ગુજરાત વ્યાપાર ઉદ્યોગ મંડળના જણાવ્યાંનુસાર, બેંક યુનિયનો દ્વારા પ્રથમ તબક્કામાં 31મી જાન્યુઆરી, 1લી ફેબ્રુઆરી અને ૩ ફેબ્રુઆરીએ હડતાળનું એલાન કરાયું છે. ત્યારબાદ માર્ચ મહિનામાં મંગળવારે 11થી 13 માર્ચ સુધી એમ સતત ત્રણ દિવસ સુધી હડતાળનું એલાન આપવામાં આવ્યું છે, ત્યારે 14મી માર્ચેના શનિવાર હોવાથી એક સપ્તાહ સુધી બેંકિંગ વ્યવહાર બંધ રહેતો હોવાથી વેપારીઓ ચિંતામાં મૂકાયાં છે. કારણ કે, હાલ, નાણાકીય વર્ષના અંતિમ મહિના ચાલી રહ્યાં છે. જેથી નાણાકીય ભીડ વધી રહી છે. એટલે આ હડતાળને ધ્યાનમાં રાખીને વ્યાપારિક સંસ્થાઓએ હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરી છે.

ઉલ્લેખનીય છે કે, બેન્ક યુનિયને હડતાળ માટે 12 કારણો રજૂ કર્યા છે. જેમાં તેઓએ વેતન વધારો અને વર્કિગ અવર્સ સહિતની બાબતોને સમાવી છે. સાથે આ તમામ માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ચિમકી ઉચ્ચારી છે. જેના પગલે સરકારે રિઝર્વ બેન્ક અને લેબર વિભાગે સાથે ચર્ચા કરી રહી છે, ત્યારે સૂચિત હડતાળને કારણે ગુજરાતમાં અંદાજે રૂપિયા 12 હજાર કરોડ સહિત દેશભરમાં લગભગ રૂપિયા 21 હજાર કરોડના આર્થિક વ્યવહારોને માઠી અસર થવાની શક્યતા છે.

Intro:વડોદરા બેંક કર્મચારીઓની હડતાળના એલાનના ટેકામાં વડોદરામાં બેંક ઓફ બરોડાની સલાટવાડા શાખા સામે બેંક કર્મચારીઓએ દેખાવો કર્યા હતા

Body:રાષ્ટ્રિયકૃત બેંકોના ૧૦ યુનિયન દ્વારા ૩૧મી જાન્યુઆરી અને ૧લી ફેબ્રુઆરી તથા ત્યાર બાદ માર્ચ માસ સુધી હડતાળોના એલાનના પગલે વેપાર ઉદ્યોગોને હાલાકી પડનાર છે.આ સંજોગોમાં વડોદરાના મધ્ય ગુજરાત વ્યાપાર ઉદ્યોગ મંડળ ,રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રિઝ ,ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન ,ગોંડલ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રિઝ ,ભાવનગર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રિઝે ગુજરાત હાઇકોર્ટમાં એક જાહેર હિતની અરજી કરી છે.મધ્ય ગુજરાત વ્યાપાર ઉદ્યોગ મંડળની યાદી જણાવે છે કે ,બેંક યુનિયનો દ્વારા પ્રથમ તબક્કામાં ૩૧મી જાન્યુઆરી અને ૧લી ફેબ્રુઆરી એમ બે દિવસ હડતાળનું એલાન કરવામાં આવ્યું છે.૩ ફેબ્રુઆરીના રોજ રવિવાર આવે છે, આમ સતત ત્રણ દિવસ બેંકિંગ સેવા ખોરવાઇ જશે.ત્યાર બાદ માર્ચ માસમાં મંગળવાર ૦મી માર્ચ અને ત્યાર બાદ સળંગ ૧૧ ,૧૨ અને ૧૩મીના રોજ એમ ત્રણ દિવસ હડતાળનું એલાન આપવામાં આવ્યું છે.૧૪ મી માર્ચના રોજ બીજો શનિવાર અને તા.૧૫મી માર્ચે રવિવારની રજા હોવાથી સપ્તાહ સુધી બેંકિંગ વ્યવહાર ખોરવાઈ જશે. Conclusion:નાણાંકીય વર્ષના અંતિમ મહિનામાં આ સ્થિતિના પગલે નાણાં ભીડ વધશે.આ સ્થિતિમાં નાણાંકીય કટોકટીનો સામનો પણ લોકો ,વેપાર - ઉદ્યોગ જગતને કરવો પડશે.બેંકોના યુનિયનો દ્વારા હડતાળ માટે જે ૧૨ કારણો રજૂ કરવામાં આવ્યા છે ,તે તેમના વેતન અને નોકરીને લગતી બાબતના છે ,જે અંગે સરકાર.રિઝર્વ બેંક , લેબર વિભાગ સાથે વાટાઘાટો ચાલી જ રહી છે.સૂચિત હડતાલને કારણે ગુજરાતમાં અંદાજે રૂ.૧૨ હજાર કરોડ સહિત દેશભરમાં લગભગ રૂ.૨૧ હજાર કરોડના આર્થિક વ્યવહારોને માઠી અસર થવાની શક્યતા છે.

બાઈટ :કૈલાશ ખેમકર
પ્રેસિડન્ટ
લોકલ બેંક એમ્પ્લોઈઝ કો-ઓર્ડિનેશન કમિટી

બાઈટ : કૌશિક પટેલ
બેંક કર્મચારી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.