- નસવાડીના રામદેવ નગરમાં ખેલાયો ખૂની ખેલ
- આચાર્યની હત્યા થતા ચકચાર મચી
- હત્યા કરનારા શિક્ષકનો મૃતદેહ પણ કૂવામાંથી મળી આવ્યો
વડોદરા: નસવાડીના રામદેવ નગરમાં ગતરોજ ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં આચાર્યની હત્યા થતા ચકચાર મચી હતી. હવે આચાર્યના ભાઈનો મૃતદેહ પણ કૂવામાંથી મળી આવતાં અનેક શંકા વહેતી થઈ છે. પોલીસે સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. નસવાડીના રામદેવ નગરમાં શુક્રવારે ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં મહેરામણ પર ચપ્પુથી હુમલો કરી ઈજાગ્રસ્ત કરી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. જયારે ભરત પીઠયાનો મોબાઈલ અને પાકીટનો પણ પોલીસે કબ્જો મેળવ્યો હતો. જ્યારે હત્યા કર્યા બાદ એણે કરેલી ભૂલ સમાજ અને પોતાનો પરીવાર પણ નહીં સ્વીકારે તેવો વિચાર આવતા પોતે કૂવામાં કૂદી કરી આત્મહત્યા કરી લીધી હતી.
હાલ તો 4 તારીખે સવારે ખરેખર શું બન્યું હતું તે બાબત જાણવા પોલીસ પ્રયાસ કરી રહી છે. પોલીસ પમ એ જાણવા પ્રયાસ કરી રહી છે કે, ભાઈ ભાઈની હત્યા કરવા કેમ પ્રેરાયો હતો. ઘટના બાદ સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં ભારે ચકચાર મચી ગઈ છે.