- અણખોલ ખાતે બિલ્ડરને રોડ ટચ જમીન જોવા બોલાવ્યો
- બિલ્ડરને 7 કલાક સુધી બંધક બનાવીને લૂંટ ચલાવી
- વધુ રૂપિયાની માંગણી કરી ફોટો-વીડિયો વાયરલ કરવાની ધમકી આપી
વડોદરા : શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતા બિલ્ડરે ભૂલથી બ્લૂડ ગે ક્લબહાઉસ ફોર એન્ડરોઇડ નામની Phone application ડાઉનલોડ કરી હતી. આ Phone application પર બિલ્ડરને મેસેજ મળ્યો હતો કે, અણખોલ પાસે રોડ ટચ જમીન વ્યજબી ભાવે અને લાંબા ટર્મસ સાથે વેચવાની છે. જેથી જમીન જોવા બિલ્ડર પોતાની કારમાં પહોંચ્યો હતો. જ્યાં એક યુવકે કાર પાસે આવી તમે મારી મોપડે પર બેસી જાઓ રસ્તો ઉબળ ખાબળ છે, કાર જઇ શકે તેમ નથી. જેથી યુવકની વાતમાં આવી બિલ્ડર મોપેડ પર બેસી ગયો હતો.
50 હજાર પછીથી આપવાનુ કહેતા ત્રણેય શખ્સોએ તેને છોડી મુક્યો
મોપેડ ચાલક યુવક સહિત તેના અન્ય બે સાગરીતો પણ આવી પહોંચ્યા હતા અને અમારી 80 હજારની બે ગાયો ચોરાઇ છે કહીંને બિલ્ડરને માર મારી લુંટ ચલાવી સૃષ્ટી વિરૂદ્ધનુ કૃત્ય કરીને કઢંગી ફોટો-વીડિયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી હતી. ત્યારબાદ રૂપિયા 1 લાખની માંગણી કરતા બિલ્ડરે પત્ની પાસેથી રૂપિયા 12 હજાર મંગાવી આપ્યા હતા. અને રૂપિયા 50 હજાર પછીથી આપવાનુ કહેતા ત્રણેય શખ્સોએ તેને છોડી મુક્યો હતો.
આ પણ વાંચો : દ્વારકામાં 11 વર્ષના સગીર પર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું
Vadodara Policeએ બિલ્ડર સાથે બાકીની રકમ આપવાના બહાને છટકુ ગોઠવ્યુ
બિલ્ડરે વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા Vadodara Policeએ ત્રણેયને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા. જેમાં Vadodara Policeએ બિલ્ડર પાસેથી બાકીની રકમ આપવાના બહાને છટકુ ગોઠવ્યુ હતું. બિલ્ડર સાથે લૂંટ ચલાવનાર શખ્સો શાતીર હોવાથી પોલીસને ગોલ્ડન ચોકડી, વાઘોડિયા ચોકડી તેમજ કપુરાઇ ચોકડી ફેરવી રહ્યાં હતા.
પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચીને લૂંટ ચલાવનાર 2ની ધરપકડ કરી
આ દરમિયાન પોલીસને હ્યુમન ઇન્ટેલીજન્સ મારફતે બાતમી મળી હતી કે, આ શખ્સો સુંદરપુરા ગામ પાસે છે. જેથી Vadodara Policeએ તાત્કાલિક સ્થળ પર પહોંચીને બિલ્ડર સાથે લૂંટ ચલાવનાર અજય રાજુભાઇ ઠાકોર અને રાકેશ રામદેવભાઇ કનોજીયાની ઝડપી પાડીને કુલ રૂપિયા 1,13,400નો મુદ્દામાલ જપ્ત કરીને ટોળકીમાં શામેલ અક્ષય નામના શખ્સની શોધખોળ હાથ ધરી છે.