- વડોદરા સયાજી હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી
- પતિ દ્વારા વીડિઓ વાઇરલ થતા SSG હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ દ્વારા તપાસના આદેશ
- જવાબદાર કર્મચારીઓ સામે થશે કાયદેસરની કાર્યવાહી
વડોદરા: શહેરની સયાજી હોસ્પિટલ અવાર-નવાર વિવાદોમાં આવતી રહે છે. ત્યારે સયાજી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં વધુ એક બેદરકારી સામે આવી છે. પેરાલિસિસથી પીડિત કોરોનાગ્રસ્ત મહિલા દર્દીના મોઢા પર કીડીઓ ફરતી જોવા મળી હતી. પત્નીના ચહેરા પર કીડીઓ ફરતી જોતાં પતિ ચોંકી ઊઠ્યો હતો. પતિએ વીડિયો ઉતારીને વાઇરલ કરતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. જવાબદાર વ્યક્તિઓ વિરૂદ્ધ કાર્યવાહિના આદેશ આપવામાં આવ્યા છે.
વડોદરાની સયાજી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં મહિલા દર્દીના મોઢા પર કીડીઓ
વડોદરાની સયાજી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં મહિલા દર્દીના મોઢા પર કીડીઓ ફરતી હોવાના મામલે હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ રંજન ઐય્યરે તપાસના આદેશ આપ્યા છે, ત્યારે તેમણે માહિતી આપતા જણાવ્યું હતું કે, મહિલા દર્દીના મોઢા પર કીડીઓ ફરતી હોવાનો વીડિયો મારા ધ્યાનમાં આવ્યો છે. આ મામલે તપાસના આદેશ આપ્યા છે કોઈ જવાબદાર જણાશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: SSG હોસ્પિટલના કોવિડ વોર્ડમાં મધર્સ ડેની કરાઈ ઉજવણી
મહિલાના પતિએ SSG હોસ્પિટલની બેદરકારીનો ઉતાર્યો વીડિયો
ભરૂચ જિલ્લાના જંબુસરનાં દર્દી ગીતાબેન પાડલીયા પેરાલિસિસની બીમારીથી પીડાય છે. આ દરમિયાન તેમને કોરોનાની સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં, ત્યાં મહિલા દર્દીના મોઢા પર કીડીઓ ફરતી હોવા છતાં તબીબો કે નર્સિંગ સ્ટાફે કોઈ પગલા લીધા ન હતા. મહિલા દર્દીના પતિ પ્રમોદ પાડલીયા વોર્ડમાં તેની ખબર પૂછવા ગયા ત્યારે તેના મોઢા પર કીડીઓ ફરતી જોઇને ચોંકી ઊઠ્યા હતા અને તરત જ આ અંગે નર્સિંગ સ્ટાફને જાણ કરી હતી. ત્યાર બાદ મહિલા દર્દીના મોઢા પરથી કીડીઓ હટાવવામાં આવી હતી.
સયાજી હોસ્પિટલ તંત્રની અમાનવીય બેદરકારી
વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ તંત્રની અમાનવીય બેદરકારી બહાર આવતાં દર્દીઓનાં સંબંધીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભરૂચ જિલ્લાના જંબુસરનાં દર્દી ગીતાબેન પાડલીયા પેરાલિસિસની બીમારીથી પીડાય છે. આ દરમિયાન તેમને કોરોનાની સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. ત્યાં મહિલા દર્દીના મોઢા પર કીડીઓ ફરતી હોવા છતાં તબીબો કે નર્સિંગ સ્ટાફ દ્વારા કોઇ દરકાર લેવામાં આવી નહોતી. મહિલા દર્દીના પતિ પ્રમોદભાઈ પાડલીયા જ્યારે વોર્ડમાં તેની ખબર પૂછવા ગયા ત્યારે તેના મોઢા પર કીડીઓ ફરતી જોઇને ચોંકી ઊઠ્યા હતા અને તરત જ આ અંગે નર્સિંગ સ્ટાફને જાણ કરી હતી. ત્યાર બાદ મહિલા દર્દીના મોઢા પરથી કીડીઓ હટાવવામાં આવી હતી.
મહિલા દર્દીના પતિ પ્રમોદ પાડલીયાએ આપી માહિતી
મહિલા દર્દીના પતિ પ્રમોદ પાડલીયાએ જણાવ્યું હતું કે, દવાખાનામાં દર્દીનું ધ્યાન રાખવું પડે છે, આ તો મારું ધ્યાન ગયું એટલે કહું છું, દર્દીને દર્દ હોય તો કોઈને કહી શકે એમ પણ નથી. અહીં દવાનો છંટકાવ કરતા નથી. મારી પત્ની જીવશે તો મારી જિંદગી ચાલશે. મારો દીકરો પણ નાનો છે. કંઇ પ્રોબ્લમ હોય તો મને કહો અને માનવતા રાખો. તમે કહો એ હું ખાવાનું લઇ આવીશ, પણ દર બે કલાકે તેમને કંઇક ખવડાવો.