ETV Bharat / state

લીંબડીમાં વકીલ પર હુમલો કરનાર આરોપી સુફિયાન ઘાંચી ઝડપાયો

author img

By

Published : Dec 30, 2020, 5:25 PM IST

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી બાર એસોસિયેશનના પૂર્વ પ્રમુખ પર સુફિયાન ઘાંચીએ જૂની અદાવતમાં વકીલની ઓફિસમાં જઇ હુમલો કર્યો હતો. આ ઘટનામાં ઇજાગ્રસ્ત વકીલને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.

લીંબડીમાં વકીલ પર હુમલો કરનાર આરોપી સુફિયાન ઘાંચી ઝડપાયો
લીંબડીમાં વકીલ પર હુમલો કરનાર આરોપી સુફિયાન ઘાંચી ઝડપાયો
  • લીંબડીમાં વકીલ પર હુમલો કરનારા શખ્સ ગણતરીની કલાકોમાં જ પકડાયો
  • બાર એસોસિએશન દ્વારા આરોપીને ઝડપવા અધિક કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું
  • વકીલો તેમજ સ્થાનિક વેપારીઓ દ્વારા આરોપીને પકડવા ધરણા યોજવામાં આવ્યા હતા

સુરેન્દ્રનગરઃ જિલ્લાના લીંબડી બાર એસોસિયેશનના પૂર્વ પ્રમુખ બટુકભાઈ પટેલ પર સુફિયાન ઘાંચી ઉર્ફે ભાણોએ જૂની અદાવતમાં મનદુખ રાખી વકીલ બટુકભાઈની ઓફીસ પર ધસી ગયો હતો અને છરી વડે હુમલો કર્યો હતો.

સ્થાનિકો દ્વારા ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

ઈજાગ્રસ્ત વકીલને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, ત્યારબાદ આ હુમલાખોરને પકડવા માટે સ્થાનિકો દ્વારા ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઇ ડીવાયએસપી મુંધવાના માર્ગદર્શન હેઠળ પેરલ ફર્લો પી.એસ.આઇ સંજય વરુ તથા લીંબડી પીએસઆઇ ઇસરાની સહિતની પોલીસ ટીમે સુફિયાનને ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.