સુરત: કોરોનાની મહામારીમાં UKથી આવેલા પુત્રએ પિતા પાસેથી પૈસા માગતા પિતાએ ઉશ્કેરાઇને ચપ્પુના ઘા મારીને પુત્રની હત્યા કરી નાખી હતી. પોલીસે હત્યારા પિતાની ધરપકડ કરી છે જ્યારે NRI પુત્રનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે.
હાલમાં કોરોનાની લડત સામે લોકડાઉન કરવામાં આવ્યું છે અને તેને લઈ લોકો સોશિયલ ડિસ્ટન્ટ રાખી રહ્યા છે. ત્યારે આવા સમયે શહેરની ગુનાખોરી સતત ધટાડો નોંધાયો છે. જો કે, લોકડાઉન વચ્ચે સુરતમાં એક હત્યાની ઘટના સામે આવી છે.
લાલગેટ પોલીસ મથક વિસ્તારમાં પિતાએ NRI પુત્રની હત્યા કરી નાખી છે. સુરતના લાલગેટ પોલીસ મથક હદમાં આવેલા રાણી તળાવ ભારબંધવાડ વિસ્તારમા પિતાએ એકના એક પુત્રની હત્યા કરી છે. પિતા પુત્ર લોકડાઉનના કારણે ધરે હતા. તે સમયે બંને વચ્ચે રૂપિયાની બાબતમાં બોલાચાલી થયા બાદ પિતાએ ચપ્પુંના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી.
UKમાં રહેતો મણીયાર મોહમ્મદ ઈમરાન માતા-પિતાને મળવા આવ્યો હતો. હત્યાના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. લાલગેટ પોલીસે દીકરાની હત્યા કરનાર પિતાને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.