- સંક્રમણ અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કરફ્યૂની જાહેરાત
- ETV baharat ની ટીમ દ્વારા રિયાલિટી ચેક
- બેરીકેટ મૂકી રોડને ડાઇવર્ટ કરવામાં આવ્યા
સુરતઃ રાજ્યમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ચાર મહાનગરોમાં કરફ્યૂ લાદવામાં આવ્યો છે. આગળની સમય મર્યાદા પણ સરકાર દ્વારા વધારવામાં આવી હતી સુરતમાં પણ હાલ 9 વાગ્યાથી લઇને સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂનો સમય છે પરંતુ તે જ સમયે ટ્રાફિક સર્જાવાના કારણે એક એમ્બ્યુલન્સ અને આગળ જવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ દૃશ્ય ETV Bharat ના કેમેરામાં કેદ થયા હતા.
લોકો પોલીસ સાથે ઘર્ષણ કરી રહ્યા હતા
શું સુરત શહેરમાં કરફ્યૂ દરમિયાન લોકો ઘરેથી નીકળી રહ્યા છે કે, નહીં અને દરેક પોઇન્ટ પર પોલીસ કેવી રીતે એલર્ટ છે. તેના રિયાલિટી ચેક કરવા માટે ETV baharat ની ટીમ રિયાલિટી ચેક કરવા માટે નીકળી હતી. તે દરમિયાન જોવા મળ્યું હતું કે, પીપલોદ વિસ્તારમાં કેટલાક લોકો કરફ્યૂ સમયે પણ વાહનો સાથે બહાર નીકળ્યા હતા. પોલીસે બેરીકેડ મુકી તેમને પરત જવાની સૂચના આપી રહી હતી અનેક લોકો પોલીસ સાથે ઘર્ષણ કરતા જોવા મળ્યા હતા. સૌથી અગત્યની વાત એ છે કે, બેરીકેટ મૂકી રોડને ડાઇવર્ટ કરવામાં આવ્યા હતા પરંતુ તેમ છતાં લોકો પોલીસ સાથે ઘર્ષણ કરી રહ્યા હતા અને પોલીસની વાત સાંભળવા પણ તૈયાર ન હતા.
વાહનોના કાફલા એકત્ર થઇ ગયા હતા
રોડ બ્લોક કરવાના કારણે મોટી સંખ્યામાં વાહનચાલકો ત્યાં ભેગા થઇ ગયા હતા. કરફ્યૂ સમયે પણ આટલી મોટી સંખ્યામાં વાહનો જોઈ આશ્ચર્ય થાય તેવી સ્થિતિ સર્જાઈ હતી. પોલીસે કહ્યું કરફ્યુના પાલન કરાવવા માટે ઠંડીના ચમકારા વચ્ચે પણ રાત્રી સમયે ડ્યુટી બજાવી રહી હતી અને લોકો પોલીસ સાથે ઘર્ષણ કરી રહ્યા હતા. આ વચ્ચે મોટી સંખ્યામાં માલ વાહનોના કાફલા એકત્ર થઇ ગયા હતા અને પાછળથી આવી રહેલી એમ્બ્યુલન્સ આ વાહનો વચ્ચે અટવાઇ ગઇ હતી. લોકો પોલીસની વાત સાંભળવા જ માંગતા ન હતા.જેના કારણે એમ્બ્યુલન્સ કેવી રીતે નીકળેએ મોટી સમસ્યા થઈ હતી પરંતુ પોલીસે સમય સુચકતા વાપરી વાહનોને હટાવી બેરીકેટ ખોલી એમ્બ્યુલન્સને જવા દીધી હતી.
ટ્રાફિકની સમસ્યા જોવા મળી
લોકો અવનવા બહાનાઓ સાથે કરફ્યૂ સમયે બહાર નીકળ્યા હતા અને પીપલોદ વિસ્તારના એક બાજુ ટ્રાફિકની સમસ્યા જોવા મળી હતી. કોઇ ડુમસ બીચ પર ફરીને આવ્યા હતા તો કોઈ એરપોર્ટથી પરત આવી રહ્યા હતા. કેટલા કે, યોગ્ય કારણોસર પણ બહાર આવ્યા હતા. જેને પોલીસ જવા દઈ રહી હતી.