ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ સુરતના નિવાસ્થાનેથી મિત્ર સાથે સવારે ચાલવા માટે માટે નીકળ્યા હતાં. તેઓ પોતાના મોબાઈલથી મિત્રને ફોન કરી રહ્યા હતા, તે દરમિયાન બાઈક પર આવેલા બે લબરમુછીયાઓએ મુકેશ પટેલનો મોબાઈલ ઝુંટવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, મુકેશ પટેલે મોબાઈલ સખ્તાઈથી પકડી રાખતા જોરથી રોડ પર પટકાયાં અને ઇજાગ્રસ્ત થયા હતા. સ્નેચિંગનો પ્રયાસ નિષ્ફળ જતા બંને લબરમુછીયાઓ ભાગી છૂટ્યા હતા. પરંતુ મુકેશ પટેલે બાઈક પર આવતા રાહદારી સાથે તેમનો પીછો કરી ઝડપીને બંનેને પોલીસને હવાલે કર્યા હતા.
ચૂંટણીના માહોલમાં નેતાઓ પર જોખમ, ઓલપાડના MLA સાથે મોબાઈલ સ્નેચિંગની ઘટના
સુરતઃ હાલ ચૂંટણીનો માહોલ હોવાથી નેતાઓની સુરક્ષા પર જોખમ રહેતું હોય છે. મંગળવારે કામરેજના ધારાસભ્યને ધમકી મળી હતી, તો આજે ઓલપાડના ધારાસભ્ય સાથે મોબાઈલ સ્નેચિંગની ઘટના બની છે. જો કે, ધારાસભ્યની સજાગતા અને હિંમતથી બંને આરોપીઓ જેલના સળિયા પાછળ ધકેલાયા છે.
ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ સુરતના નિવાસ્થાનેથી મિત્ર સાથે સવારે ચાલવા માટે માટે નીકળ્યા હતાં. તેઓ પોતાના મોબાઈલથી મિત્રને ફોન કરી રહ્યા હતા, તે દરમિયાન બાઈક પર આવેલા બે લબરમુછીયાઓએ મુકેશ પટેલનો મોબાઈલ ઝુંટવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, મુકેશ પટેલે મોબાઈલ સખ્તાઈથી પકડી રાખતા જોરથી રોડ પર પટકાયાં અને ઇજાગ્રસ્ત થયા હતા. સ્નેચિંગનો પ્રયાસ નિષ્ફળ જતા બંને લબરમુછીયાઓ ભાગી છૂટ્યા હતા. પરંતુ મુકેશ પટેલે બાઈક પર આવતા રાહદારી સાથે તેમનો પીછો કરી ઝડપીને બંનેને પોલીસને હવાલે કર્યા હતા.
ભાજપ ના રાજ માં સામન્ય પ્રજા તો શું ધારાસભ્ય પણ નથી સુરક્ષિત,ગઈ કાલે કામરેજ ના ધારાસભ્ય ને ધમકી મળી તો આજે ઓલપાડ ના ધારાસભ્ય સાથે મોબાઈલ સ્નેચિંગ ની ઘટના બની,જોકે ધારાસભ્ય ની સજાગતા અને હિંમત થી બન્ને જેલ ના સળિયા પાછળ ધકેલાયા..
Body:વિઓ:-
ઓલપાડ ના ધારાસભ્ય મુકેશ પટેલ પોતાના નિત્ય ક્રમ મુજબ વહેલી સવારે પોતાના સુરત ના નિવસ્થાને થી મિત્ર સાથે સવારે ચાલવા માટે (મોર્નીગ વોક) માટે નીકળ્યા હતા ત્યારે ઇસ્કોન સર્કલ નજીક મુકેશ પટેલ પોતાના મોબાઈલ થી મિત્ર ને ફોન કરી રહ્યા હતા તે દરમિયાન બાઈક પર આવેલા બે લબરમુછીયા ઓએ મુકેશ પટેલ નો મોબાઈલ ઝુંટવવાનો નો પ્રયાસ કર્યો હતો જોકે મુકેશ પટેલ એ એ મોબાઈલ સખ્તઈ થી પકડી રાખતા જોર થી રોડ પર પટકાયા હતા અને ઇજગ્રસ્ત થયા હતા જોકે સ્નેચિંગ નો પ્રયાસ નિષ્ફળ જતા બન્ને લબરમુછીયા ભાગી છૂટ્યા હતા પરંતુ મુકેશ પટેલ એ બાઈક પર આવતા રાહદારી સાથે એમનો પીછો કરી એમને ઝડપી પોલીસ ને હવાલે કર્યા હતા...
બાઈટ-મુકેશ પટેલ_ધારાસભ્ય ઓલપાડ
Conclusion:ફાઇનલ વિઓ:-
મહત્વ નું એ છે કે ગઈકાલે કામરેજ ના ધારાસભ્ય વી.ડી.ઝાલાવડિયા ને પણ સુરત ના સીતા નગર ચોકડી ખાતે યુવાન દ્વારા ધમકી આપવામાં આવી હતી અને આજે ઓલપાડ ના ધારાસભ્ય સાથે મોબાઈલ સ્નેચિંગ ઘટના,ત્યારે જો સરકાર ના પ્રતિનિધિ જ પોતાની સરકાર માં સુરક્ષિત નથી ત્યારે પ્રજા કઇ રીતે સુરક્ષિત હોઈ શકે?