- 62મી તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું
- કુલ 35 જેટલા મેડલ મેળવીને સમગ્ર રાજ્યમાં ડંકો વગાડ્યો
- આ સ્પર્ધામાં અલગ-અલગ કેટેગરીમાં આયોજન થયું હતું
ન્યુઝ ડેસ્કઃ ગુજરાત સ્ટેટ એક્ટિવિટી એસોસિએશન દ્વારા ગત 25, 26 સપ્ટેમ્બરના રોજ અમદાવાદના સ્વરાજ સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ખાતે 62મી તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ તરણ સ્પર્ધામાં રાજ્યના અલગ-અલગ શહેરોમાંથી ખેલાડીઓએ ભાગ લીધો હતો. તેમાં સુરતના ભાઇઓ તેમજ બહેનોએ સિનિયર તરણ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સિનિયર સ્પર્ધા અલગ-અલગ કેટેગરીમાં સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં બે દિવસ દરમિયાન સુરતના ખેલાડીઓએ 35 જેટલા મેડલ મેળવીને બાજી મારી લીઘી છે. આ સાથે સમગ્ર ગુજરાતમાં સુરતના ખેલાડીઓએ ડંકો વગાડ્યો હતો.
સિનિયર તરણ સ્પર્ધામાં ભાઈઓએ કુલ 23 જેટલા મેડલ મેળવ્યા
ગુજરાતના અમદાવાદ ખાતે આવેલ સ્વરાજ સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં ગત 25, 26 સપ્ટેમ્બરના રોજ ગુજરાત સ્ટેટ એક્ટિવિટી એસોસિએશન દ્વારા 62મી તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના ખેલાડીઓએ ૩૫ જેટલા ગોલ્ડ મેડલ મેળવ્યા તેમાં સુરતના ભાઈઓ દ્વારા સિનિયર તરણ સ્પર્ધામાં કુલ 23જેટલા મેળવ્યા હતા. જે માંથી અંશુલ કોઠારી 4 ગોલ્ડ મેડલ, 2 સિલ્વર મેડલ તથા 1 બ્રોન્સ મેડલ મેળવ્યા છે.
તરણ સ્પર્ધામાં પુરુષ મેડલ વિજેતાના નામ
1. અનિકેત પટેલ, એક ગોલ્ડ, ચાર સિલ્વર તથા એક બ્રોન્સ મેડલ મેળવ્યો.
2. નિલપ કાનીલકર, એક ગોલ્ડ, ચાર સિલ્વર તથા એક બ્રોન્સ મેડલ મેળવ્યો.
3. દિશાંત મેહતા, બે ગોલ્ડ, બે સિલ્વર તથા એક બ્રોન્સ મેડલ મેળવ્યો
4. ઓમ સકસેના, બે સિલ્વર અને એક બ્રોન્સ મેડલ મેળવ્યો
5. ભાર્ગવ સેઇલર, એક ગોલ્ડ, ત્રણ સિલ્વર અને એક બ્રોન્સ મેડલ મેળવ્યો
6. વિષ્ણુ સારંગ, એક બ્રોન્સ
7. ધ્રુવ મોદી, એક ગોલ્ડ
8. હર્ષલ સારંગ, એક સિલ્વર
9. રુદ્ર સારંગ, એક સિલ્વર
આ રીતે સિનિયર તરણ સ્પર્ધામાં બહેનોએ 23 જેટલા મેડલ મેળવ્યા છે.
તરણ સ્પર્ધામાં બહેનોનું પ્રદર્શન ખુબ સારુ રહ્યું
ગુજરાતના અમદાવાદ ખાતે આવેલ સ્વરાજ સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં ગત 25,26 સપ્ટેમ્બરના રોજ ગુજરાત સ્ટેટ એક્ટિવિટી એસોસિએશન દ્વારા 62મી તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં સુરતની મહિલા ખેલાડીઓએ પણ સિનિયર તરણ સ્પર્ધામાં ભાગ લઇ કુલ 12 મેડલ મેળવ્યા હતા. તેમાંથી સુરતની સિનિયર બેહનોમાં કલ્યાણી સક્સેનાએ 5 જેટલા ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી રાજ્યકક્ષાની વ્યક્તિગત ચેમ્પિયનશીપ હાંસલ કરી છે. આ સાથે ગુજરાતમાં કલ્યાણી સક્સેનાએ પ્રથમ ક્રમ હાંસલ કર્યો.
તરણ સ્પર્ધામાં બહેનો મેડલ વિજેતાના નામ
1. કલ્યાણી સક્સેના, પાંચ ગોલ્ડ મેડલ મેળવ્યો
2. ડોલ્ફી સારંગ, બે ગોલ્ડ, એક સિલ્વર મેડલ મેળવ્યો
3. મનસ્વી દત્તા, એક સિલ્વર મેડલ મેળવ્યો
4. શિવાની સિંગ, એક બ્રોન્સ મેડલ મેળવ્યો
5. અવની ફાયગ, એક સિલ્વર અને એક બ્રોન્સ મેડલ મેળવ્યો
આ રીતે સિનિયર તરણ સ્પર્ધામાં બહેનોએ 12 જેટલા મેડલ મેળવ્યા
આ તમામ ખેલાડીઓને કોચ ધવલ સારંગ, ઉર્વશી સારંગ, પરેશ સારંગ, નવનીત સેલર તથા સુરત મહાનગરપાલિકાના અડાજણ તરણકુંડમાં આ ખેલાડીઓને તાલિમ આપી હતી. આ તમામ ખેલાડીઓને સુરત મહાનગરપાલિકાના ચીફ બકુલભાઈ સારંગ એ અભિનંદન પાઠવ્યા હતા.
આ પણ વાંચોઃ પાટણની કોમલે દિલ્હીમાં યોજાયેલી નેશનલ કરાટે સ્પર્ધામાં 2 ગોલ્ડ મેડલ જીતી ગુજરાતનો ડંકો વગાડ્યો
આ પણ વાંચોઃ 'ગોલ્ડન ગર્લ' અવની લેખરાએ વડાપ્રધાનને કહ્યું, તમારી વાતોને અમલમાં મૂકીને જીત્યા મેડલ