ETV Bharat / state

સુરતમાં ગણેશ પંડાલમાં આદિવાસી સમાજના બાળકો મહેમાન બન્યા - ગુજરાત ખેત વિકાસ પરિષદ

સુરત: અડાજણ ખાતે ઓમકાર ફ્રેન્ડસ ગ્રુપ દ્વારા ભવ્ય ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં આદિવાસી સમાજના બાળકો મહેમાન બન્યા હતા. આ બાળકો ગણેશજીનાં દર્શન કરવા માટે સુરત જિલ્લાનાં આદિવાસી વિસ્તારમાંથી ખાસ સુરત આવ્યા હતા. મંડપમાં આ બાળકોએ રમતો રમીને ખૂબ મસ્તી કરી હતી અને અનેક ઇનામો જીત્યા હતા. આ આદિવાસી બાળકોને આયોજકો દ્વારા મદદ પણ કરવામાં આવે છે.

સુરતમાં ગણેશ પંડાલમાં આદિવાસી સમાજનાં બાળકો બન્યા મહેમાન
author img

By

Published : Sep 8, 2019, 10:18 AM IST

સુરતના અડાજણ વિસ્તારના ગણેશજીના પંડાલમાં આદિવાસી બાળકો આજે મહેમાન બન્યા હતા. આ બાળકોના ચહેરા ઉપર સ્મિત અને ખુશીની જે લાગણી હતી. તે શબ્દોનાં માધ્યમથી જણાવી શકાય નહીં. કેમ કે, આ બાળકો ક્યારેય પણ શહેરમાં આવ્યા નથી અને શહેરમાં ગણેશ ઉત્સવનું આયોજન ભવ્ય રીતે કરવામાં આવે છે એનો ખ્યાલ પણ આ બાળકોને હોતો નથી. શહેરમાં ગણેશ આયોજનમાં હાજરી આપી તેઓ ખૂબ જ ખુશ જોવા મળ્યા હતા. આયોજકો દ્વારા આદિવાસી બાળકોને શહેરી જીવન અને લોકો તેમનાં માટે શું વિચારે છે. તેની સમજ આપવામાં આવી હતી. આયોજકો દ્વારા બાળકોને અનેક પ્રકારની મદદ પણ કરવામાં આવે છે.

સુરતમાં ગણેશ પંડાલમાં આદિવાસી સમાજનાં બાળકો બન્યા મહેમાન
ગુજરાત ખેત વિકાસ પરિષદ અમદાવાદ દ્વારા સંચાલિત ઓલપાડના કૂદીયાના ગામ ખાતેના ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા ચાલે છે. જેમાં ગરીબ આદિવાસી સમાજના બાળકો ભણે છે. આદિવાસી વિસ્તારોમાંથી આવતા 76 બાળકોએ ગણેશ પંડાલની મુલાકાત લીધી હતી. આ બાળકોના માતા પિતા શ્રમિક છે. અથવા તેઓ અનાથ છે. આવા બાળકો પ્રથમ વાર ગણેશ મંડપમાં પહોંચ્યા હતા.

Intro:સુરત : અડાજણ ખાતે ઓમકાર ફ્રેન્ડસ ગ્રુપ દ્વારા ભવ્ય ગણેશ ઉત્સવનુ આયોજન કરવામાં આવ્યુ છે જેમાં આદિવાસી સમાજના બાળકો મહેમાન બન્યા હતા.આ બાળકો ગણેશજીના દર્શન કરવા માટે સુરત જિલ્લાના આદિવાસી વિસ્તારમાંથી ખાસ સુરત આવ્યા હતા. આયોજકો ટ્રાયબલ વિસ્તારમાં રહેતા બાળકોને શહેરના લોકો પ્રત્યે એક લાગણી બને એ ઉદ્દેશ્ય ગણપતી ના દર્શન કરાવવા લઇ આવ્યા હતા. મંડપમાં આ બાળકોએ રમતો રમીને ખૂબ મસ્તી કરી હતી અને અનેક ઇનામો જીત્યા હતા. આ આદિવાસી બાળકોને આયોજકો દ્વારા મદદ પણ કરવામાં આવે છે.

Body:સુરતના અડાજણ વિસ્તારના ગણેશજીના મંડપમાં આદિવાસી બાળકો આજે મહેમાન બન્યા હતા.ગણેશજીની પૂજા અર્ચના સાથે આ આદિવાસી સમાજના બાળકો મંડપ માં રમતો રમતા હતા.આ બાળકોના ચહેરા ઉપર સ્મિત અને ખુશીની જે લાગણી હતી તે શબ્દોના માધ્યમથી જણાવી શકાય નહીં.જેની પાછળ કારણ પણ છે આ બાળકો ક્યારેય પણ શહેરમાં આવ્યા નથી અને શહેરમાં ગણેશ ઉત્સવનુ આયોજન કેવી રીતે ભવ્ય રીતે કરવામાં આવે છે એની ખબર પણ આ બાળકોને હોતી નથી. આ બાળકો ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં રહે છે ક્યારેય પણ મેટ્રોસિટીમાં ગયા નથી ક્યારેય પણ ભવ્ય ગણેશ પંડાલો ની મુલાકાત લીધી નથી પરંતુ આજે શહેરમાં ગણેશ આયોજનમાં હાજરી આપી તેઓ ખૂબ જ ખુશ નજરે આવ્યા હતા. આર્થિક રીતે પછાત બાળકો આજે ફ્રેન્ડસ ગ્રુપના ગણેશ આયોજનમાં આવ્યા ત્યારે ખૂબ રોમાંચિત અને આનંદીત નજરે આવતા હતા. આયોજકો દ્વારા આદિવાસી બાળકોને શહેરી જીવન અને રહેતા લોકો તેમના માટે શું વિચારે છે તેની સમજ આપવામાં આવી હતી. આયોજકો દ્વારા બાળકોને અનેક પ્રકારની મદદ પણ કરવામાં આવે છે.

ગુજરાત ખેત વિકાસ પરિષદ અમદાવાદ દ્વારા સંચાલિત ઓલપાડના કૂદીયાના ગામ ખાતેના ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા ચાલે છે જેમાં ગરીબ આદિવાસી સમાજના બાળકો ભણે છે. આદિવાસી વિસ્તારોમાંથી આવતા 76 બાળકોએ ગણેશ મંડપની મુલાકાત લીધી હતી.આ બાળકોના માતા પિતા શ્રમિક છે અથવા તેઓ અનાથ છે.આવા બાળકો પ્રથમ વાર ગણેશ મંડપમાં પહોંચ્યા હતા.

Conclusion:આ મંડપમાં પાંડાને બચાવવા માટે લોકો જાગૃત થાય એ માટે 500 જેટલા પાંડા સજાવવામાં આવ્યા છે. જેને જોઈ બાળકો ખૂબજ ખુશ થઈ જાય છે.
બાઈટ : પિયુષ ભાઈ (આયોજક)
બાઈટ : છગન ભાઈ (શાળા સનચાલક)
બાઈટ: દીપલીયા (વિદ્યાર્થી)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.