- પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ : ભાજપ જંગી બહુમતીથી જીતશે
- આવતીકાલે જાહેર થશે નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીનું પરિણામ
- 22,174 ઉમેદવારોનું ભાવિ આવતીકાલે નક્કી થશે
સુરત : 28 ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજની ચૂટણી માટે મતદાન થયું હતું. જેની મતગણતરી 2 માર્ચના રોજ યોજાશે. નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીનું પરિણામ મંગળવારે છે. કોંગ્રેસ અને ભાજપ બન્ને જીત માટે આસ્વસ્થ છે, ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્ય અને કાર્યકર્તાઓની મહેનતના કારણે ભાજપને જંગી બહુમતી મળશે.
ચૂંટણીઓ પહેલાં જ અનેક બેઠક પર ભાજપ બિનહરીફ વિજયી
ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો કેટલીય બેઠક પર બિનહરીફ જાહેર થઈ રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત નારણપુરા વૉર્ડમાં બિન્દા સુરતી બિનહરીફ જાહેર થયા હતા. ત્યારબાદ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની કેટલીક બેઠકો પર ભાજપના કેટલાક ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે.
કઈ બેઠકો પર ભાજપ બિનહરીફ?
આજે શનિવારે ભુજ નગરપાલિકામાં ભાજપના 2 ઉમેદવાર અને ધાંગધ્રા નગરપાલિકમાં ભાજપના 5 ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે, જ્યારે જિલ્લા પંચાયત અંતર્ગત જૂનાગઢ અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના એક-એક ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા છે, જ્યારે તાલુકા પંચાયતમાં સુરતના ઓલપાડ અને ચોર્યાસીમાં એક-એક, અમદાવાદના દસક્રોઈમાં 02, કચ્છના ભુજમાં 01, જૂનાગઢ તાલુકા પંચાયતમાં 01, ભાવનગરના ઉમરાળા તાલુકા પંચાયતમાં 02, સુરેન્દ્રનગરના લીંબડીમાં 01, વઢવાણમાં 01, ધાંગધ્રા 02, જ્યારે થાનગઢમાં 5 ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપના 27 ઉમેદવાર બિનહરીફ
આમ, ભાજપને કોઈ જ મહેનત કર્યા વિના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં 01, જિલ્લા પંચાયતમાં 02, તાલુકા પંચાયતમાં 17, નગરપાલિકામાં 07, એમ કુલ મળીને અત્યાર સુધીમાં 27 ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા છે.
સી. આર. પાટીલે પાઠવી હતી શુભેચ્છા
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે સ્થાનિક સ્વરાજની 2021ની ચૂંટણી અંતર્ગત મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના ઉમેદવારો પર પ્રજાએ વિશ્વાસ અને પ્રેમ જીતીને ચૂંટણીઓમાં બિનહરીફ જાહેર થયા છે, તે બદલ અભિનંદન પાઠવી, સૌ વિજયી ઉમેદવારો અને તેમના મત વિસ્તારની સ્વર્ણિમ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી.
નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકોની વિગત
81 નગરપાલિકાની 2,720 બેઠક
81 નગરપાલિકાના 680 વૉર્ડની 2,720 બેઠક ઉપર ચૂંટણી યોજાશે. જેમાં અનુસૂચિતજાતિ માટે 185, અનુસૂચિતજનજાતિ માટે 107, OBC માટે 269 અને સામાન્ય વર્ગની મહિલાઓ માટે 1,039 બેઠક અનામત રાખવામાં આવી છે. જેમાંથી 92 બેઠક બિનહરીફ થઇ છે.
31 જિલ્લા પંચાયતની કુલ 980 બેઠક
31 જિલ્લા પંચાયતની કુલ 980 બેઠકમાં 63 બેઠક અનુસૂચિત જાતિ, 260 બેઠક અનુસૂચિત જનજાતિ, સામાજિક, OBC માટે 96 અને સામાન્ય વર્ગની મહિલાઓ માટે 278 બેઠક અનામત છે. જેમાંથી 111 બેઠક બિનહરીફ થઇ છે.
231 તાલુકા પંચાયતના 4,774 વૉર્ડ માટે ચૂંટણી
231 તાલુકા પંચાયતમાં 4,774 વૉર્ડમાંથી અનુસૂચિત જાતિ માટે 344, અનુસૂચિત જન જાતિ માટે 1,232, OBC માટે 463 અને સામાન્ય વર્ગની મહિલાઓ માટે 1,385 બેઠક અનામત રાખવામાં આવી છે. જેમાંથી 92 બેઠક બિનહરીફ થઇ છે.